આમોદ તાલુકાના કેસલું ગામે સસરાએ જમાઈને માથામાં કુહાડીના ઘા મારી ખોપડી ફાડી નાખતા ચકચાર મચી જવા પામી છે
આમોદ તાલુકાનાં કેસલું ગામે રહેતા ચતુર મોતીભાઈ રાઠોડને ત્યાં તેમનાં જમાઈ ગણપત રમણ રાઠોડ રહે.સરદાર પુરા તા.જંબુસર જી. ભરૂચ તેમનાં ગામમાં મજૂરી નહી મળતા તેમનાં સસરાના સાથે કેસલું ગામે એક મહિનાથી રહેતાં હતાં. અને પતિ પત્નિ મજૂરીએ જતાં હતાં.ત્યારે ગત રોજ સાંજના સાતેક વાગે સસરા અને જમાઈ વચ્ચે સામાન્ય બોલાચાલી થઇ હતી અને સસરાએ જણાવ્યું હતુ કે તમો બન્ને પતી-પત્ની બેઠા બેઠા રોટલા ખાઓ છો. તો કમાણી કરો,બેઠા-બેઠા ઘર ના ચાલે.જેથી જમાઇએ સસરાને જણાવેલ કે અમો કામ મળે ત્યારે મજુરી કામે જઇએ છીએ.જેથી સસરા સાથે સામાન્ય બોલાચાલી થતાં સસરા ચતુર ભાઇ મોતીભાઇ રાઠોડે એકદમ ઉશ્કેરાઇ ‘તુ જમાઇ નથી જમ છે તે મારી દિકરીને મજુરી જ કરાવી છે તુ જમાઇને લાયક નથી અને તને જીવતો રહેવા દેવો નથી તેમ કહી લાકડા કાપવાની કુહાડી જમાઈ ગણપત રાઠોડના માથામાં ઉપરના ભાગે મારી ખોપડી ફાડી નાંખી હતી.જેથી જમાઈને ૧૦૮ મારફતે ભરૂચ સિવિલમાં લઈ ગયા હતાં.જ્યાં તેઓની સારવાર ચાલુ છે.જેમાં તેઓને માથાના ભાગે ચૌદ ટાકાં આવ્યાં હતાં.આમોદ પોલીસ ઇન્સ્પેકટર રાજુ કરમટીયાએ સસરા ચતુર મોતી રાઠોડની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.