



અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ દ્રારા નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ અને ઓપરેશન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં રિદ્ધિ ફાર્મા અંકલેશ્વર , એસ. બી. મોદી પરિવાર, શ્રી નવકાર બ્લોપેક પાનોલી અને શ્રી દશરથ પટેલ અંકલેશ્વર, દ્વારા ઉચિત સહાય આપવામાં આવી હતી.ગ્રામ નિર્માણ કેળવણી મંડળ,એકલવ્ય ઉત્તરબુનિયાદી વિદ્યાલય થવા ખાતે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.




આ કેમ્પમાં વિવિધ તબીબી વિભાગોના નિષ્ણાત ડોક્ટરો દ્વારા નિદાન અને સારવાર કરવામાં આવી, જેમાં આંખ રોગ, હાડકાં રોગ, સ્ત્રીરોગ, બાળરોગ, જનરલ ફિઝિશિયન, જનરલ સર્જન, ન્યુરો સર્જન, પ્લાસ્ટિક સર્જન, બાળ દંતચિકિત્સા, કેન્સર, શ્વાસ સંબંધી રોગો, હૃદયરોગ અને અન્ય આરોગ્ય સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો.




હોસ્પિટલના તબીબો દ્વારા દર્દીઓનું નિદાન અને સારવાર આપવામાં આવી હતી.ગ્રામજનોને નિઃશુલ્ક દવાઓ અને જરૂરિયાત મુજબ ઓપેરશનની સગવડ આપવામાં આવેલ. શિબિર દરમિયાન ECG, લેબ ટેસ્ટ અને X-ray વગરેની સેવા નિઃશુલ્ક આપવામાં આવી.




આ કેમ્પમાં થવા ,નેત્રંગ, ડેડિયાપાડા,ચાસવાડ તથા અન્ય આસપાસના ગ્રામ્ય વિસ્તારોના મોટી સંખ્યામાં લોકોએ કેમ્પ નો લાભ લીધો અને તેમની આરોગ્ય સમસ્યાઓ માટે નિષ્ણાત તબીબો દ્વારા યોગ્ય નિદાન અને સારવાર મેળવી.
આ કેમ્પની સફળતા માટે એકલવ્ય ઉત્તરબુનિયાદી વિદ્યાલયનો વિશેષ સહયોગ રહ્યો. કેમ્પમાં સંસ્થાના પ્રમુખ યોગેશભાઈ જોશી, મંત્રીશ્રી માનસિંહ માંગરોલા,આચાર્ય શ્રી પ્રવીણભાઈ પટેલ દ્વારા લોકજાગૃતિ માટે ખુબજ મહેનત કરવામાં હતી.
આ પ્રસંગે કેમ્પના મુખ્ય મહેમાન લોકલાડીલા ભરૂચ સંસદસભ્ય માન. શ્રી મનસુખભાઈ વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે દર્દીઓને સર્જરી અને સારવારના લાભો વિશે માર્ગદર્શન અને મનોબળ પૂરું પાડ્યું અને આરોગ્ય સેવાઓ માટે તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
વિડિઓ જર્નલિસ્ટ સર્જન વસાવા સત્યા ટીવી દેડિયાપડા