Skip to main content

Satya Tv News

એક વર્ષ પહેલા સુપર સ્ટાર શાહરૂખખાનના મકાનના ત્રીજા માળ સુધી પહોંચનાર ઇસમને ભરૂચ પોલીસે મોના પાર્ક સોસાયટીના નિવૃત્ત આર્મી જવાનના મકાનમાં થયેલી ચોરીના ગુનામાં ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી ચોરીમાં ગયેલો મુદ્દામાલ રિકવર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મોનાપાર્ક સોસાયટીમાં રહેતા નિવૃત્ત આર્મી જવાન સિરાજ મહેતાના ઘરમાં અજાણ્યા તસ્કરોએ પ્રવેશી આઠ તોલા સોનાના દાગીના ચાંદી તથા રોકડા સવા બે લાખની મત્તા ઉપર હાથ ફેરો કર્યો હોવાની ફરિયાદ બી ડિવિઝન પોલીસમાં મથકમાં નોંધાઈ હતી. આ મામલે બી ડિવીઝન પોલીસ મથકના પીઆઈ આર.એમ. વસાવાએ અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ તપાસી તલાસ હાથ ધરી હતી.

ચોરીને અંજામ આપનાર રામ સ્વરૂપ સુખરાજ કુશવાહા ઉંમર વર્ષ 21 હાલ રહેવાસી ગોલ્ડન શોપિંગ આમોદ, મૂળ રહે વાટા ફળિયુ આમોદ અને મોના પાર્ક સોસાયટીમાં રહેતા મિન્હાઝ સિંધાને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓની પાસેથી ચોરીમાં ગયેલો રૂપિયા 2.74 લાખનો મુ્દામાલ રિકવર કર્યો હતો. બંને આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરીને રિમાન્ડ મેળવાની કવાયત હાથ ધરી છે.

error: