પોલીસ પાસેથી મળેલી વિગત મુજબ મૂળ ભાવનગરના ગારીયાધાર ના વતની અને હાલમાં કાપોદ્રામાં નાના વરાછા વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષીય તરુણી ગુરુવારે સવારે બાથરૃમમાં ન્હાવા માટે ગઇ હતી. બાદમાં તે ઘઉંમાં નાખવાની દવા પી જતા બહાર નીકળા અચાનક ઢળી પડતા પરિવારજનો સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જયાં તેનું ટુંકી સારવાર દરમિયાન મોત નીંપજયું હતું.તરુણીએ મોત પહેલા ડોક્ટરને કહ્યુ કે, આ પગલુ ભરવા પહેલા વીડિયો બનાવ્યો હતો. જેમાં તેણે એવુ જાણાવ્યુ હતું કે, નિલેશે કીધુ હતુ કે મરીજા. ત્યારબાદ ડોકટરે કિધુ કે કોણ નિલેશ તો તેણે કહેલ કે મારો ઘરવાળો છે. આ અંગે તેમ આ વીડિયોમા જાણાવતી હતો. ત્યારબાદ ડોકટરે આ વીડીયો તેના પિતા અને માતાને દેખાડયો હતો. જોકે કુવારી દીકરી કોઈ નિલેશને પોતાનો ઘરવાળો કહેતો હોવાથી પિતા અને માતા સહિતના પરિવારજનો પણ ચોંકી ગયા હતા.આ વીડિયોના આધારે તરુણીના પિતા દ્વારા તરુણીને મરવા માટે મજબૂર કરનાર નિલેશ બોરીચા સામે કાપોદ્રા પોલીસ મથકમાં આપઘાતની દુસપ્રેરણાનો ગુનો નોંધાવવામાં આવ્યો હતો.
છેલ્લા બે ત્રણ વર્ષથી તરુણી અને ભાગનગરમાં જેસરમાં ઇટીયા ખાતે રહેતો ૨૧ વર્ષીય નિલેશ બોરીચા વચ્ચે પ્રેમ સંબંધ હતો. ગઈકાલે બંને વચ્ચે ફોન પર વાત થઈ હતી. દરમિયાન નિલેશની સગાઈની અન્ય છોકરી સાથે વાત ચાલી રહી હોવાનું તેને કહ્યુ હતું. જેથી તરુણીએ કહ્યુ કે, મારી સાથે તુ સગાઇ કર, પણ તે નિલેશે તેને સાગાઇ કરવાની ના પાડતા તેને માંઠુ લાગતા આ પગલુ ભર્યુ હતું. જયારે તરુણીના માતા-પિતા પ્રાઇવેટ સફાઈ કામદાર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેનો એક ભાઈ અને એક બહેન છે.