સુરતના કતારગામ વિસ્તારનો કમલેશ વઘાસીયા પ્રયાગરાજના ત્રિવેણી સંગમ ખાતે જોખમી ડૂબકી લગાવવા ગયો હતો. ડૂબકી દરમિયાન કોઈએ તેનો વીડિયો શૂટ કર્યો હતો, જેમાં વ્યક્તિ કહેતા સંભળાય છે, “ભાઈ, આ શું કરી રહ્યો છે?” છતાં કમલેશ બહાર આવ્યો નહોતો. આ ડૂબકી અંતે તેના માટે મોતની સાબિત થઈ હતી ટના અંગે નાગાસૂકવા પોલીસને જાણ કરવામાં આવી હતી. ૧૨ દિવસ વિતી ગયા છતાં તેની લાશનો કોઈ પતો નથી. પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.