વલસાડમાં ST અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં મોપેડ ચાલકને અડફેટે લેતા 2ના મોત થયા હતા.દાદરા નગર હવેલીના દાદરા ગાર્ડન નજીક અકસ્માત થયો હતો. જેમાં સેલવાસથી વાપી તરફ આવી રહેલી એસટી બસના બસ ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા બસ બેકાબુ બની રોંગ સાઈડમાં ઘુસી હતી. જેમાં સામેથી આવતા મોપેડને ટક્કર વાગતા લવાછા ગામના 2 લોકોના મોત નિપજ્યા હતા. આ ઘટનામાં પોલીસે પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે.
બીજી તરફ પોરબંદરમાં દ્વારકા-પોરબંદર રોડ પર અકસ્માત સર્જાયો હતો. જેમાં સોમનાથથી દ્વારકા જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો નડ્યો હતો. આ ઘટનામાં પોરબંદરના કુછડી નજીક મીની બસ સાથે ડમ્પર ટકરાઇ હતી. બસમાં કુલ 19 લોકો સવાર હતા. ત્યારે ડમ્પરની ટક્કર વાગવાના કારણે 12 લોકોને ઈજા પહોંચી હતી. જેમાં 2 લોકોના મોત થયા હતા. ત્યારે ઇજાગ્રસ્તોને પોરબંદરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.