રાજકોટ: આજકાલ ઓનલાઈન એપથી લોકો ફ્રૂડ અને રોજિંદી ચીજવસ્તુઓ મંગાવતા હોય છે. પરંતુ ઘણીવખત ઓનલાઈન એપ લોકોને ભારે પડી જતી હોય છે. ડિલિવરી પ્લેટફોર્મ (Zepto) માર્કેટમાં તેનો દબદબો બનાવી રહ્યું છે. કંપનીની લેટેસ્ટ માર્કેટિંગ સ્ટ્રેટજી અને જાહેરાતના કારણે કંપનીનું નામ સતત વધી રહ્યું છે, ત્યારે રાજકોટમાં ઓનલાઈન એપ ઝેપ્ટો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. શિવરાત્રીના દિવસે માંસાહારી સામાન વેચીને જાહેરનામાનો ભંગ કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. હાલ તો ઝેપ્ટોના વેરહાઉસ પર સામાનનો નાશ કરીને 10 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
રાજકોટમાં મહાશિવરાત્રીના દિવસે નોનવેજ વેચાતું હોવાનો કિસ્સો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ઝેપ્ટોના વેરહાઉસે જાહેરનામાનો ભંગ કર્યો છે. Zepto ડીલવરી સામે આરોગ્ય વિભાગ દ્વારા હાલ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા Gpmc કલમ ૩૩૬ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે અને જાહેરનામા ભંગ બદલ ૧૦ હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.આજે મહાશિવરાત્રીનો દિવસ હોવાના કારણે રાજકોટ મનપાએ માસ, મટન, ચિકન ન વેચવાનું જાહેરનામું બહાર પાડ્યું હતું. જેના કારણે ઝેપ્ટો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આરોગ્ય વિભાગે 35 કિલો જથ્થો નાશ કરવામાં આવ્યો છે.