આંતરાષ્ટ્રીય માનવ અધિકાર ની ટીમ અને પત્રકારો દ્વારા શાળાના બાળકો ને માર્ગદર્શન આપ્યું;





ભરૂચ: પી.એમ.શ્રી થવા બ્રાન્ચ પ્રાથમિક શાળામાં તા.૨૨/૦૨/૨૦૨૫ ને શનિવારના રોજ મીડિયા અવરનેશ નો કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં આંતરાષ્ટ્રીય માનવ અધિકાર ની ટીમ તેમજ પત્રકારો દ્વારા પત્રકારત્વ, કારકિર્દી, મોટિવેશન, ભારતના બંધારણ વગેરે વિષય પર શાળાના વિદ્યાર્થીઓ સાથે ચર્ચાઓ કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નો બાબતે વિસ્તૃત માહિતી આપી વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા હતા.
આ કાર્યક્રમમાં સર્જનભાઈ વસાવા (નર્મદા સંદેશ, તંત્રી/માલિક), ડૉ.અશ્વિન વસાવા (વકીલ/ આંતર્રાષ્ટ્રીય માનવ અધિકાર,ગુજરાત પ્રેસિડેન્ટ), નલિન ચૌધરી (મંતવ્ય ન્યુઝ સુરત), મનીષભાઈ વસાવા (આંતરાષ્ટ્રિય માનવ અધિકાર,ગુજરાત ક્રાઇમ પ્રી. ચેરમેન), માધુભાઈ વસાવા (સામાજિક લીડર), શાળા ના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા