
નર્મદા: નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના પણગામ પાસે ફોર વ્હીલ ગાડી (ક્રેટા) પલટી મારી જતા ચાલકનું મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર ચિરાગભાઈ ભરતભાઈ વસાવા એ આપેલી ફરિયાદ મુજબ મરનાર હરીશભાઇ રમણભાઈ વસાવા નાઓ પોતાના કબ્જાની ક્રેટા ફોર વહીલ ગાડી નંબર GJ-22-H-5756 પુરઝડપે હંકારી ચલાવતા સ્ટ્રેરીંગ ઉપર કાબુ ગુમાવી દેતા મોવી થી દેડીયાપાડા તરફ આવતા પણગામ ગામની સીમમાં રોડ પરના વંળાકમાં આવેલ ગરનાળુ કુદાવી ક્રેટા ગાડી પલ્ટી ખવડાવી દેતા તેઓ ગાડી નીચે દબાઈ જતા માથાના ભાગે તથા શરીરે ગેબી ઈજા થતા સ્થળ પર તેમનું મોત થતા દેડિયાપાડા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
વિડિઓ જર્નાલિસ્ટ સર્જન વસાવા, ડેડિયાપાડા