
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકા માંથી એક મહિલાનો અભયમ હેલ્પલાઇન પર કોલ આવેલ અને જણાવેલ કે તેમના સસરા તેમને તેમના જેઠ સાથે અફેર છે એ રીતે ખોટા આક્ષેપ લગાવીને જેઠાણી ના ઘરમાં તોડફોડ કરી અને અમારા ઘરમાં તાળું મારી જતા રહ્યા છે અને ઘર માંથી કાઢી મૂક્યા છે, પતિ પણ સવારના ઘર છોડી ને ક્યાંક જતા રહ્યા છે, સસરા હેરાનગતિ કરે છે. આ સાંભળીને રાજપીપલા અભયમ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી બન્ને પક્ષોનું કાઉંસેલિંગ કરી સમજાવીને સમાધાન કરાવ્યું હતું.
મળતી માહિતી અનુસાર પીડિત મહિલા ના જણાવ્યા મુજબ તેમના ત્રણ બાળકો છે અને પતિ સાથે ખેતીકામ કરી જીવન ગુજરાન ચલાવીએ છીએ અને સાસુ સસરા ખેતરે ઘર બનાવ્યું છે ત્યાં રહે છે. રોજ સવારે ખેતરે સાસુ સસરાના ઘરે જઈ જમવાનું, ઘરના કામો સંપીને કરીએ છીએ. જ્યારે હું ઘરના કામ કરતી હતી. ત્યારે મારા જેઠ ઘરમાં જ હતા. પરંતુ મે એમને જોયા પણ ન હતા અને મારા સસરા મારા પતિને કહેતા કે તારી વહુ તારા મોટા ભાઇ બન્ને એક બીજા સામાં જોઈને હસતા હતા એટલે બન્ને વચ્ચે અફેર છે. અમે એક બીજાને જોયા પણ નથી છતાંય ખોટા આક્ષેપ લગાવી હેરાનગતિ કરે છે અને મને ખોટું લાગતા મે એમના કપડાં ધોવાના બંધ કર્યા, આથી તેઓ ઝગડા કરતા હતા. મારા પતિ કંટાળીને સવારના ઘરેથી નીકળી ગયા હતા ત્યારબાદ સસરા જેઠાણીના ઘરે આવ્યા અને તોડફોડ કરી, અમારા ઘરમાં તાળું માર્યું અને અમને ઘરની બહાર કાઢી મૂકી ધમકીઓ આપતા હતા. ત્યારબાદ સામા વાળા પક્ષનું કાઉંન્સેલિંગ કરતા તેઓ જણાવતા કે મારી વહુ અને મોટા દીકરાને એક બીજા સામું હસતા જોયા હતા. અમારા સમાજમાં વહુ તેના જેઠ સામું જોઈ પણ ના શકે. મને ગુસ્સો આવી જતા મે તોડફોડ કરેલ ત્યારબાદ અભય ટીમે તેમને શાંતિ પૂર્વક સમજાવી અને કાયદાકીય સમજ આપી અને ખોટા વ્હેમ રાખી ઝગડા ના કરી સંપીને રહે આ અંગે સમજાવી અને ત્યાર બાદ ઘરની ચાવી આપી હતી અને ઘર નું તાળું ખોલી આપેલ. અમે ફરિયાદી માં પતિ તેમના મિત્રના ઘરે જતા રહ્યા હતા તેઓ સવારે આવી જસે તેમ જણાવતા બને પક્ષો વચ્ચે લખાણ કરી સમાધાન કરાવ્યું હતું.
રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા