
ભારતીય વેપારી અને પૂર્વ ભારતીય નેવીના અધિકારી કુલભૂષણ જાધવનું અપહરણ કરવામાં ISI ને મદદ કરનારા મુફ્તી શાહ મીરની તુર્બત પ્રાંતમાં અજાણ્યા વ્યક્તિએ ગોળી મારીને હત્યા કરી હોવાના રિપોર્ટ્સ આવી રહ્યા છે. ઘટના ઘટી ત્યારે મીર પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતના તુર્બતમાં એક મસ્જિદમાં નમાજ પઢીને બહાર નીકળી રહ્યા હતા અજાણ્યા લોકો મોટરસાઈકલ પર સવાર થઈને આવ્યા અને ફાયરિંગ કર્યું. મુફ્તી શાહ મીરને ગોળીઓ વાગવાથી ગંભીર ઈજાઓ થઈ અને તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં તેમનું મોત નિપજ્યું. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાં મુજબ આ હુમલો પૂર્વનિયોજિત કાવતરું લાગે છે કારણ કે હુમલાખોરો રાહ જોઈને બેઠા હતા.