


નર્મદા: ડ્રોન દીદી અને નવાગામ (ડેડિયાપાડા) ની મહિલાઓ સાથે “જે ફાર્મ” સર્વિસ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ડ્રોન દીદી મનીષાબેન (નર્મદા) અને જે ફાર્મ સર્વિસ માંથી મલય પટેલ (સ્ટેટ મેનેજર) અને નીરવભાઈ (જીલ્લા મેનેજર)અને પ્રફુલભાઈ વસાવા (સામાજિક કાર્યકર) અને સખી મંડળ CRP મમતાબેન અને નવાગામ ની મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.
જે ફાર્મના મલયભાઈ અને નીરવભાઈ એ મહિલાઓ કઈ રીતે જીવનમાં આગળ વધી શકે અને સસક્ત થાય અને જે ફાર્મ સેવાની સેવાઓ વિશે માહિતગાર કર્યા હતા. તેમજ પ્રફુલભાઈ વસાવા એ સમાજ માં ચાલતા કુરિવાજો અને મહીલાઓના સમાન હકો તેમજ સ્ત્રી પુરુષ સમાનતાની ભૂતકાળ અને વર્તમાન સ્થિતિની ઝાંખી કરાવી હતી. આ સાથે ડ્રોન દીદી મનીષાબેનએ એમના સામાન્ય જીવનથી ડ્રોન દીદી બનવા સુધીની પ્રેરણાદાયી સફર વિશે વાત કરી બેનોને આર્થિક સધ્ધરતા કેળવે એવી પ્રેરણા પૂરી પાડી તેમજ ડ્રોન વિષે માહિતી આપી અને ડ્રોન સ્પ્રયેર નું ડેમોસ્ટ્રેશન કર્યું હતું.
રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા