Satya Tv News

અંકલેશ્વરમાં નોબલ માર્કેટના 3 સ્ક્રેપ ગોડાઉનમાં લાગેલી આગ 8 ગોડાઉન સુધી પ્રસરી છે. ભડકોદ્રા ગામ નજીક એક ગોડાઉનમાં શરૂ થયેલી આગે ધીમે ધીમે અન્ય 8 ગોડાઉનને પણ પોતાની ચપેટમાં લીધા છે.આગની આ ઘટનાને 4 કલાક કરતા વધુ સમય થઈ ગયો છે અને 10થી વધુ ફાયરની ગાડીઓ આગ પર કાબુ મેળવવા કામે લાગી છે.ભડકોદ્રા ગામ નજીક આવેલા આ સ્કેપ ગોડાઉનો ગેરકાયદેસર હોવાનું સામે આવ્યું છે. ભડકોદ્રાના તલાટી રંજન પટેલે કહ્યું કે આ ગોડાઉનને ગ્રામ પંચાયતે મંજૂરી આપી નથી. હવે તમામને નોટિસ આપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ વિસ્તારમાં સ્ક્રેપના ગોડાઉનમાં વારંવાર આગ લાગવાની ઘટનાઓ બનતી રહે છે. આ કારણે સ્થાનિકોએ સંબંધિત વિભાગ પાસે કડક પગલાં લેવાની માંગ કરી છે. ભડકોદ્રા ગામના સ્થાનિક આગેવાન રાકેશ પટેલે કહ્યું કે ગામમાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. તેમણે તંત્ર પાસે માંગણી કરી છે કે ગામમાં જેટલા પણ ગેરકાયદેસર ગોડાઉન ચાલી રહ્યા છે તેને બંધ કરાવવામાં આવે.આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાઈ રહ્યા છે. નેશનલ હાઇવેની નજીક આગ લાગવાને કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.ધુમાડાના કારણે નજીકમાં આવેલ ભડકોડ્રા ગામના લોકોનો આંખોમાં બળતરા, શ્વાસ લેવાની તકલીફની ફરિયાદો ઉઠી છે.

error: