
અમદાવાદમાં વધુ એક હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ચાંદખેડા ગામના AMTS બસ સ્ટેન્ડ પાસે અકસ્માત ચાંદખેડા ગામના AMTS બસ સ્ટેન્ડ પાસે આજે સવારે XUV કાર ફૂલ ઝડપે આવી રહી હતી. ત્યાં બસ સ્ટેન્ડ પાસે AMTSની બસમાં મુસાફરો ચડી રહ્યા હતા. આ દરમિયાન કાર અચાનક જ ધડાકાભેર બસ પાછળ ભટકાતા બસમાં ચડી રહેલા લોકો બૂમાબૂમ કરી મૂકી હતી. ટક્કરથી બસ આગળ ખસી ગઈ હતી. ચાંદખેડા ગામના AMTS બસ સ્ટેન્ડ પાસે અકસ્માત ચાંદખેડા ગામના AMTS બસ સ્ટેન્ડ પાસે આજે સવારે XUV કાર ફૂલ ઝડપે આવી રહી હતી. ત્યાં બસ સ્ટેન્ડ પાસે AMTSની બસમાં મુસાફરો ચડી રહ્યા હતા. આ દરમિયાન કાર અચાનક જ ધડાકાભેર બસ પાછળ ભટકાતા બસમાં ચડી રહેલા લોકો બૂમાબૂમ કરી મૂકી હતી.
કારની સ્પીડ એટલી વધારે હતી કે AMTS બસને પાછળથી ટક્કર મારતા બસ 10 ફૂટ આગળ સુધી ધકેલાઈ ગઈ હતી. કારમાં ફસાઈ ગયેલા બે વ્યક્તિઓ પૈકી જીવિત વ્યક્તિને બહાર કાઢવા માટે કટર અને ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.