વડોદરાના કમાટીબાગમાં ફરવા માટે આવેલા જંબુસરના પરિવાર 4 વર્ષની બાળકી જોય ટ્રેનના એન્જિનની અડફેટે આવી જતા કરૂણ મોત નિપજયું હતું સમી સાંજે બનેલી આ ઘટનાને પગલે કમાટીબાગમાં ફરવા આવેલા સહેલાણીઓમાં ભારે ચકચાર મચી ગઈ હતી આ ઘટનાબાદ જોય ટ્રેન બંઘ કરી દેવામાં આવી હતી જોકે જોય ટ્રેન ચાલક ઘટના બાદ ફરાર થઈ જતાં પોલીસ શોઘખોળ હાથ ધરી છે જંબુસરનો પઠાણ પરિવાર કમાટીબાગ ફરવા આવ્યો હતો મળતી માહિતી પ્રમાણે ભરૂચ જિલ્લાના જંબુસર કસ્બા સોગાદ વાડીમાં રહેતા પરવેઝ પઠાણના પરિવારજનો હાલ ઉનાળુ વેકેશન ચાલતું હોવાથી કમાટીબાગમાં ફરવા માટે આવ્યા હતા ત્યારે આ પરિવાર જોય ટ્રેન સ્ટેશન તરફ આવી રહ્યા હતા જોકે સમી સાંજે આશેર 05.30 વાગ્યાના સુમારે ટ્રેન સ્ટેશનમાંથી 100 જેટલા મુસાફરોને લઈને સયાજીબાગનો ચક્કર મારવા નીકળી હતી
વિડિઓ જર્નલિસ્ટ મહેન્દ્ર સોલંકી સત્યા ટીવી વડોદરા