વાગરા પોલીસે રાત દિવસ એક કરી ગુનેગારને ઝડપી પાડ્યો
આમોદ ના રોઝા ટંકારીયાથી આરોપી ને ઝડપી લીધો
દશ લાખ રૂપિયા સત્તામાં અને ઓનલાઈન ગેમિંગ માં હારી જતા લૂંટનો પ્લાન ઘડ્યો




વાગરાના બજારમાંથી બપોરના સમયે સોનાની લૂંટ નો બનાવ બનતા લૂંટ ચલાવનાર ઈસમ ને શોધમાં પોલીસે રાત દિવસ એક કરી નાંખ્યા હતા.જો કે સમયસર કરેલ મહેનત વાગરા પોલીસ ને ફરી હતી.પોલીસે વાગરા નજીકના એક ગામમાંથી ગણતરીના કલાકોમાં એક ઈસમ ને ઝડપી પાડવામાં સફળતા હાથ લાગી હતી.પોલીસે લૂંટારું ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વાગરા ના હૃદય સમાન વિસ્તારમાં ગત સોમવાર ની બપોરે એક સોની ની દુકાનમાંથી સોનાની લૂંટ ના બનાવ બનવા પામ્યો હતો.લૂંટને પગલે વાગરા પંથકમાં સોંપો પડી ગયો હતો.ધોળે દિવસે અને ધમધમતા બજારમાં થયેલ લૂંટ ને પગલે પોલીસ હરકત માં આવી હતી.વાગરા પી.આઈ એસ.ડી ફુલતરીયા તેમની ટીમ સાથે વાગરા નગર સહિત આસપાસના વિસ્તારમાંથી સીસીટીવી ફૂટેજ ની એક પછી એક ચકાસણી કરવાનું ચાલુ કર્યું હતુ.પોલીસે સોનુ લૂંટી ફરાર થનાર લૂંટારું કઈ દિશામાં ભાગ્યો છે એ તરફના કેમેરા ચકાસી ગુનેગાર ને ઝડપી પાડવા કમર કસી હતી.હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સ ને આધારે કરેલ કામગીરીને કારણે પોલીસને ગુનો ઉકેલવામાં સરળતા રહી હતી.પોલીસે આમોદ તાલુકાના રોઝા ટંકારીયા ગામના રાકેશ જશુભાઈ પ્રજાપતિ ઉ.વ ૩૦ ને શંકાના આધારે ઝડપી પાડ્યો હતો.વાગરા પોલીસે રાકેશની સઘન પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો.તેણે વાગરા સોની ની દુકાનમાં લૂંટ કરી હોવાની કબૂલાત કરી હતી.રાકેશ ઓનલાઈન ગેમિંગના રવાડે ચડી જતા દશ લાખ ગુમાવવાનો વારો આવ્યો હતો.જેને પગલે તેણે ગુમાવેલા પૈસા રિકવર કરવા વાગરા સોની ની દુકાન ને નિશાન બનાવી હતી.સોની ની દુકાનમાંથી લૂંટ ચલાવી લીધેલા તમામ દાગીના જેની કિંમત ૩.૬૫ લાખ તેમજ બાઇક,મોબાઈલ મળી કુલ ૪.૩૫ લાખ નો મુદ્દમાલ પોલીસે કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.
વેપારીઓએ સતર્ક રહેવાની જરૂર : પી.એલ. ચૌધરી ,ડીવાય એસપી – જંબુસર
વાગરા જવેલર્સની લૂંટ ના બનાવમાં સોની ની બેદરકારી પર સી.સી.ટી.વી. માં સ્પષ્ટ નજરે પડી હતી.જેને લઈ ને લૂંટારું સોનાના દાગીના લૂંટવામાં સફળ રહ્યો હતો.આ બાબત ની ગંભીરતા ને લઈ જંબુસર ડી.વાય.એસ.પી એ સમસ્ત વેપારી સમાજ ને સતર્ક રહેવા જણાવ્યુ હતુ.અને ચોકસાઈ કરી જો કોઈ શંકાસ્પદ જણાય તો પોલીસ નો સંપર્ક કરવા કહ્યુ હતુ.
સટ્ટો અને ઓનલાઈન ગેમિંગ માં 10 લાખ ગુમાવતા લૂંટ ના રવાડે
ટેકનોલોજી જેમ જેમ આગળ વધી રહી છે.તેમ તેના સારા નરસા પાસા ઉજાગર થઈ રહ્યા છે.એમાંયે ખાસ કરીને નાના થી લઈ મોટા લોકો ઓનલાઈન ગેમમાં પૈસા બનવવાના ચક્કર માં પૈસા ગુમાવી રહ્યા છે.જયારે મોટા ભાગ ના લોકો હાથ ઉછીના રૂપિયા પણ લઈ ગેમ રહી રહ્યા છે.ઓનલાઈન ગેમિંગ નો
આમોદ ના રોઝા ટંકારીયા ગામનો યુવક ભોગ બન્યો હતો.ઓનલાઈન ગેમિંગ અને સત્તામાં રાકેશ પ્રજાપતિ દશ લાખ રૂપિયા ગુમાવ્યા હતા.ગુમાવેલા રૂપિયા કવર કરવા માટે રાકેશે સોની ની દુકાન માં લૂંટનો પ્લાન ઘડી કાઢી ગુનાને અંજામ આપ્યો હતો.
ઝફર ગડીમલ,સત્યા ટીવી – વાગરા.