
વડોદરા જિલ્લામાં ભાજપા મહિલા કાર્યકરની આશાવર્કર દીકરીની આંખમાં એક યુવાને મરચું નાંખી માર માર્યો હતો. આજે યુવતી આરોગ્ય સેન્ટર ઉપર આયોજીત મમતા દિવસ કાર્યક્રમમાં ફરજ બજાવી રહી હતી. તે દરમિયાન વહેલી સવારે એક યુવકે આવી આંખ પર લાલ મરચું નાખ્યું હતું. બાદમાં યુવતીને નીચે પાડી કપડાં ફાડી નાખ્યા હતા અને મોઢા પર ઢોર મારતા યુવતીના મોઢા પર ઈજા પહોંચી હતી. મંજુસર પોલીસે યુવક સામે છેડતી અને મારામારીનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
https://www.instagram.com/reel/DJ8hPNPoZj2/?igsh=MWlxNDBibzB5d3FtbQ==
યુવતીની આંખોમાં મરચાની ભૂકી નાંખી દીધી મળેલી માહિતી પ્રમાણે, સરકારી આરોગ્ય કેન્દ્રમાં યુવતી અને તેની માતા તાલુકા ભાજપા કાર્યકરની દીકરી આશાવર્કર તરીકે કામ કરે છે. આજે સવારે આશાવર્કર યુવતી ફરજ ઉપર હતી. તે સમયે યુવતીનો પરિચીત મીત પટેલ નામનો યુવાન આરોગ્ય કેન્દ્રમાં ધસી આવ્યો ગયો હતો. યુવતીની આંખોમાં મરચાની ભૂકી નાંખી દીધી હતી અને યુવતીને ધક્કો મારી નીચે પાડી દીધી હતી.
શરીરના અન્ય ભાગમાં ઢોર માર મારી કપડાં ફાડી નાખ્યાં યુવતી નીચે પડી જતાં મીતે તેની સાથે છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. તે બાદ રીતે તેણે મોઢા ઉપર અને શરીરના અન્ય ભાગમાં ઢોર માર મારી કપડાં ફાડી નાખ્યાં હતાં. આ બનાવને પગલે આરોગ્ય કેન્દ્રના અન્ય કર્મચારીઓ ભયના ઓથાર નીચે આવી ગયા હતા. તે સાથે તબીબી તપાસ માટે આવેલી અન્ય મહિલાઓ અને તેમના પરિવારજનોમાં પણ ગભરાટ ફેલાઇ ગયો હતો. બીજી બાજુ આ બનાવની જાણ આજ આરોગ્ય કેન્દ્રમા કામ કરતી આશા વર્કર માતા સહિત પરિવારજનોને થતાં તેઓ આરોગ્ય કેન્દ્રમાં દોડી આવ્યા. માતા તુરંત જ મિત પટેલના હુમલાનો ભોગ બનેલી દીકરીને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ આવી હતી. દરમિયાન આ બનાવની જાણ સયાજી હોસ્પિટલ દ્વારા મંજુસર પોલીસને થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
મારી જેવી હાલત થઈ તેવી તેની હાલત થવી જોઈએ- પીડિતા પીડિતાએ જણાવ્યું કે, આજે સવારે હું મારી ફરજ પર હતી, તે દરમિયાન પરિચિત મીત જયેશભાઇ પટેલ ધસી આવ્યો હતો. તેણે મારી આંખમાં મરચું છાંટીને ધક્કો મારી પાડી દીધી હતી અને છેડતીનો પ્રયાસ કર્યો હતો અને મને ખુબ મારી હતી. તેના મારના કારણે મારા મોઢા પર ઘણી ઇજાઓ થઇ છે. તેને કડકમાં કડક સજા થવી જોઇએ. નહીં તો મને સોંપી દો, જેવી મારી હાલત થઇ છે એવી મારે તેની હાલત કરવાની છે. તે પાનનો ગલ્લો ચલાવે છે. પીડિતાએ વધુમાં આરોપ મુકતા જણાવ્યું કે, પાનના ગલ્લાની આડમાં તે ખોટા ધંધા ચલાવી રહ્યો છે. તે બે નંબરનો ધંધો કરે છે, હું તેને બુટલેગર તરીકે જ ઓળખું છું.
આરોપીને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા આ ઘટના અંગે મંજુસર પોલીસ મથકના પી.આઇ. એ.આર. સીસોદીયાએ જણાવ્યું હતું કે, સયાજી હોસ્પિટલમાંથી વર્ધી મળતા તપાસ શરૂ કરવામાં આવી છે. પીડિતાની ફરિયાદના આધારે આરોપી મીત પટેલ સામે છેડતી અને મારામારીનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. આરોપી ઝડપાયા બાદ અન્ય વિગતો બહાર આવશે.