https://www.instagram.com/reel/DKIHTZLzJy6/?igsh=MXZ4dHh4bGc5cDQ3
અંકલેશ્વર-વાલીયા રોડ પર ભડકોદ્રા પાટિયા પાસે ટ્રક ચાલકે બાઈક સવારોને અડફેટે લેતા એક યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
અંકલેશ્વર-વાલિયા માર્ગ ઉપર બેફામ દોડતા વાહનોને પગલે અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે સોમવારની મોડી રાતે ભડકોદ્રા પાટિયા પાસેથી જીતાલીની સિલ્વર સિટી ખાતે રહેતો શુભમ ઠાકોર અને કોસમડી ગામની સફેદ કોલોની ખાતે રહેતો જીતુ ભરત વાઘ બાઈક લઈ પસાર થઈ રહ્યા હતા.તે સમયે પૂરપાટ ઝડપે પાછળથી ધસી આવેલ ટ્રક ચાલકે બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.આ અકસ્માતમાં ઘટના સ્થળે જ જીતુ વાઘનું કરુણ મોત નીપજ્યું હતું.જ્યારે અન્ય ઇજાગ્રસ્ત શુભમને 108ની મદદથી હોસ્પિટલમાં ખસેડાયો હતો.અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો.અકસ્માત અંગે જીઆઇડીસી પોલીસે તપાસ હાથ ધરી છે.