Satya Tv News

ભરૂચના નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ચંદ્રેશભાઈ રાઠવાના હસ્તે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાની મૌઝા પ્રાથમિક શાળા ખાતે બાળકોને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવાયો હતો.

મૌઝા પ્રાથમિક શાળામાં આંગણવાડીના 07 અને બાલવાટિકાના 20 બાળકોને સ્કૂલ બેગ, પુસ્તકો તેમજ શૈક્ષણિક કીટ આપી ભરૂચના નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા શાળા પ્રવેશ કરાવાયો હતો. ત્યારબાદ રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લેવામાં આવતી NMMS, PSE, CET, જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ, ચિત્રકામ પરીક્ષા તેમજ ગત વર્ષે ધોરણ 3 થી 8 માં પ્રથમ નંબર મેળવનાર બાળકોનું નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા ઉપસ્થિત ગામના વાલીઓ, વડીલો અને શિક્ષકોને બાળકો શિક્ષણમાં ખૂબ આગળ વધે તેની તકેદારી રાખવાની અપીલ કરી હતી. શાળા પ્રવેશોત્સવના અંતે શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અને SMC સભ્યો સાથે બેઠક કરી વિશેષ ચર્ચો કરવામાં આવી હતી. ત્યારબાદ શાળા પરિસર અને વર્ગખંડોની મુલાકાત લીધી હતી. શાળાનો શૈક્ષણિક વિકાસ અને શાળાની સુવિધાઓ જોઈને નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રભાવિત થયા હતા. અને શાળા ખૂબ જ પ્રગતિનાં પંથે આગળ વધે અને પ્રગતિ કરે એવી શુભેચ્છા આપી શાળા માંથી રવાના થયા હતા.

રિપોર્ટર: સર્જન વસાવા,ડેડિયાપાડા

error: