Satya Tv News

ભરૂચ ઝાડેશ્વરથી તાવરા સુધીનો માર્ગ છેલ્લા ઘણા સમયથી ખસ્તા હાલતમાં છે. તંત્ર દ્વારા હાલમાં આ માર્ગના દુરસ્તીના કામો હાથ ધરવામાં આવ્યા છે. પરિણામે માર્ગના કેટલાક હિસ્સાઓ પર ટ્રાફિક જામી જવાની સ્થિતિ સર્જાઈ રહી છે. વહીવટી તંત્રે અસ્થાયી નિર્ણય કરીને આ રસ્તાને વન-વે જાહેર કર્યો છે, જેના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

https://www.instagram.com/reel/DLmMxTVgRfU/?utm_source=ig_web_copy_link

આ માર્ગે રોજે રોજ હજારો વાહનોની અવરજવર રહે છે, જેમાં મોટાભાગના વ્યક્તિઓ ઓફિસ અથવા કંપનીમાં કામ કરવા જતા હોય છે. ખાસ કરીને સવારે પીક અવર્સ દરમિયાન ખાનગી કંપનીઓ દ્વારા ચલાવવામાં આવતી બસો ખૂબ જ ઝડપી અને બેફામ રીતે દોડાવવામાં આવે છે, જેને કારણે અકસ્માતોની ભીતિ સતત રહે છે.આજ સવારમાં આવી જ એક ગંભીર ઘટના તાવરા બસ સ્ટેન્ડ પાસે ઘટી હતી. એક ખાનગી કંપનીની લક્ઝરી બસ, જે કર્મચારીઓને પીકઅપ કરવા જઈ રહી હતી, તેનો ડ્રાઈવર પૂરજોશમાં બસ હાંકતાં સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી બેઠો અને બસ સીધી ડિવાઈડર પર ચડી ગઈ. સદનસીબે કોઈ જાનહાની થવાની ઘટના બની નહીં, પરંતુ જો રસ્તા પર અન્ય વાહનો હોત તો ગંભીર દુર્ઘટના સર્જાઈ શકી હોત.બસ સંચાલકો અગાઉ જાહેરનામા છૂટ આપવા માંગ સાથે કલેક્ટરને રજુઆત કરી ચુક્યા છે કે, એક તરફી ટ્રાફિકના નિર્ણયને પુનર્વિચારમાં લેવામાં આવે તથા બસ સેવાનો વ્યાપાર કરતા વાહનચાલકો માટે યોગ્ય માર્ગદર્શિકા બનાવવામાં આવે. જો તંત્ર સમયસર પગલાં લે, તો આવી ઘટનાઓ પુનરાવૃત્તિ પામે તેવી શક્યતા નકારી શકાય નહીં.

error: