
અમરેલી સિવિલ હોસ્પિટલ બહાર હિટ એન્ડ રનની ઘટના ઘટી હતી, જેમાં એક કાર ચાલકે ત્રણ યુવકોને હડફેટે લીધા હતા. અકસ્માતમાં ત્રણેય યુવકો કારની આડેધડ ટક્કરથી રોડ પર પટકાઈ ગયા હતા. ઘટનામાંથી બે યુવકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. શોકજનક વાત એ છે કે કાર ચાલકે યુવકોને ટક્કર માર્યા બાદ તેમની પર ફરીથી કાર ચડાવી હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. પોલીસે કારચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
https://www.instagram.com/reel/DLrRZzDg_ae/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==