
વાલિયા તાલુકાના કોસમાડી અને ઘોડા ગામમાં નવ નિર્મિત આંગણવાડીનું ધારાસભ્ય રિતેશ વસાવાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
નાના બાળકોને પાયાનું શિક્ષણ કેળવતા થાય તે માટે કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં આંગણવાડીનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.વાલિયા તાલુકાના કોસમાડી અને ઘોડા ગામમાં આંગણવાડી કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું છે.જે આંગણવાડી કેન્દ્રનું આજરોજ ધારાસભ્ય રિતેશ વસાવાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ લોકાર્પણના કાર્યક્રમમાં વાલિયા તાલુકા પંચાયતના પ્રમુખ સીતાબેન વસાવા,જિલ્લા પંચાયતના સભ્ય અલ્પેશ વસાવા સહિત ગામના સરપંચ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.