Satya Tv News

તલાટી સરપંચ દ્વારા જાણ ન કરાતા ફરીથી કાર્યક્ર્મનું આયોજન કરવાની માંગ ઉઠી;

ડેડીયાપાડા ગ્રામ પંચાયત નાં સભ્યોએ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી;

ગુજરાત સરકાર દ્વારા ધરતી આબા અભિયાન અંતર્ગત આદિજાતિની વસ્તી ધરાવતા ગામોમાં પાયાની માળખાકીય સુવિધાઓ તેમજ વ્યક્તિલક્ષી લગતી યોજનાઓ જેવી કે આવાસ, રસ્તા, પીવાના પાણીની સુવિધા, વીજળીકરણ, આરોગ્ય, સેનીટેશન, પોષણ આજિવિકા જેવા સેક્ટરો તેમજ આધારકાર્ડ, રેશનકાર્ડ, જાતિ પ્રમાણપત્ર, જનધન બેંક ખાતા, પીએમ કિસાન સન્માન નિધિ જેવી વ્યક્તિલક્ષી યોજનાઓનો લાભ લાભાર્થીઓને સ્થળ પર જ મળી રહે તે માટે દેડીયાપાડા તાલુકામાં ખાસ ઝુંબેશના ભાગરૂપે કેમ્પનું આયોજન તાલુકા કુમાર શાળામાં કરવામાં આવ્યું હતું. જેમાં તલાટી તેમજ સરપંચ દ્વારા ગ્રામજનો અને ગ્રામ પંચાયતના સભ્યોને ગ્રામ પંચાયતની ગાઈડલાઈન મુજબ જાણ કરવામાં આવેલ ન હોવાનો આક્ષેપ સાથે ફરી આ કાર્યક્રમ કરવાની માંગ કરવામાં આવી છે.

ડેડીયાપાડા ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને એક આવેનપત્ર આપી જણાવ્યું છે કે ધરતીઆબા જનજાતિ ઉત્કર્ષ અભિયાન ૨૦૨૫ કાર્યક્રમ પ્રજાની મુશ્કેલીના નિવારણ અર્થે રાખવામાં આવેલ છે. જેમાં તલાટી કમમંત્રી તથા સરપંચ દ્રારા ગ્રામજનો અને ગ્રામ પંચાયતના સભ્યોને ગ્રામ પંચાયતની ગાઈડલાઈન મુજબ જાણ કરવામાં આવેલ નથી. જેથી વિસ્તારના લાભાર્થીઓને લાભથી વંચિત રાખવાનું કામ તલાટી સરપંચ દ્રારા કરવામાં આવેલ છે, તો તલાટી સરપંચને તેઓની બિન કાળજીના ભોગે વિસ્તારના લાભાર્થીઓ લાભથી વચીત ન રહી જાય તે માટે આ કાર્યક્રમનો સમય બદલી પંચાયતની ગાઈડલાઈન મુજબ ઢંઢેરો પિટાવી વધુમાં વધુ પ્રજાને જાણ થાય અને સરકારની યોજનાઓનો લાભ પ્રજા સુધી મેળવી શકે આ તેવું ફરી આયોજન કરવાની માંગ સભ્યોએ કરી છે.

રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા

error: