Satya Tv News

ટુંડી ગામનો ૧૨ વર્ષીય કિશોર વૃતિક ચૌધરીનો મૃતદેહ નદી માંથી મળ્યો;

૧૨ વર્ષીય કિશોરના મૃત્યુ થી આખું પરિવાર અને ગામ શોક માં ફેરવાયું: ગામમાં કરફ્યુ જેવો માહોલ;

સુરત જિલ્લાના ઉમરપાડાના મોહન નદીમાં કિશોર ડૂબતા ચકચાર મચી જવા પામી છે. ઉમરપાડા તાલુકા ના ટુંડી ગામની સીમમાં પસાર થતી મોહન નદીમાં ૧૨ વર્ષનો વૃત્તિક ચૌધરી નામનો કિશોર ડૂબ્યો હતો. આ કિશોર નદીમાં નહાવા જતાં ડૂબ્યો ન હતો, પરંતુ નદીના કિનારે તે ઊભો હતો ત્યારે તેનો પગ લપસી જતાં તે ડૂબ્યો હતો. આ બનાવના પગલે તરત જ ફાયરબ્રિગેડને ગ્રામજનો દ્વારા બોલાવવામાં આવી હતી. ફાયરબ્રિગેડે બાળકને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમાં સફળ થયા નોહતા. ત્યારબાદ સ્થાનિક તરવૈયાઓની પણ મદદ લેવામાં આવી હતી. છેવટે બાળકનો મૃતદેહ જ મળ્યો હતો અને તે પણ સ્થાનિક તરવૈયાઓની અથાક મહેનતના કારણે મળ્યો હતો. ૧૨ વર્ષનો કિશોર ડૂબી જવાના પગલે તરત જ નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને મોતને ભેટ્યો હતો. કિશોર ૭ માં ધોરણમાં અભ્યાસ કરતો હતો. સગીર પુત્રના મોતથી કુટુંબ શોકમાં ગરકાવ થઈ ગયું છે. માના આંસુ સૂકાતા નથી, પિતા ભાંગી પડ્યા છે. આખા કુટુંબમાં રોક્કળ ચાલી રહ્યા છે. ગ્રામજનો પણ આ નાના બાળકના મૃત્યુથી સ્તબ્ધ છે. ફક્ત કુટુંબ નહીં આખા ગામમાં શોકનું વાતાવરણ છે. બાળકના મોતના પગલે ગામ આખામાં જાણે સ્વયંભૂ કરફ્યુ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ગ્રામજનોએ દુકાન પણ બંધ રાખી હતી. દરેકના ચહેરા પર જાણે સ્વજન ગુમાવ્યું હોય તેવી લાગણી હતી. આટલી નાની વયના કુમળા બાળકના મોતે બધાને ગમગીન કરી દીધા હતા.

રિપોર્ટર: સર્જન વસાવા,ઉમરપાડા

error: