
ટીમની જિલ્લામાં મુલાકાત પૂર્વે જિલ્લા પંચાયત ખાતે બેઠક યોજાઈ
ભારત સરકારના ગ્રામિણ વિકાસ મંત્રાલય હેઠળ કાર્યરત નેશનલ લેવલ મોનીટરીંગ (એન.એલ.એમ.) ટીમ દ્વારા વર્ષ 2025-26 (Phase-1) અંતર્ગત વિવિધ કેન્દ્ર સરકારની યોજનાઓના અમલ અને તેના પ્રભાવની કામગીરીનું મૂલ્યાંકન કરવા માટે નર્મદા જિલ્લાની મુલાકાતે પધારશે.
નર્મદા જિલ્લામાં એન.એલ.એમ. ટીમ દ્વારા મુખ્યત્વે મહાત્મા ગાંધી નરેગા (MGNREGA), DAY-NRLM, DDU-GKY, પીએમ આવાસ યોજના (ગ્રામીણ) – PMAY-G, NSAP, પીએમ ગ્રામ સડક યોજના – PMGSY, સાઇન્સ અધારિત ગ્રામ યોજના – SAGY, RSETI, પીએમ કૃષિ સિંચાઇ યોજના (વોટરશેડ ઘટક) – PMKSY, DILRMP અને ગ્રામ પંચાયતની વિવિધ વિકાસલક્ષી યોજનાઓની મૂળ કામગીરીની સમીક્ષા કરશે.
કેન્દ્રીય ટીમની ફિલ્ડ વિઝીટ પૂર્વે એન.એલ.એમ. ટીમની ઉપસ્થિતિમાં ગતરોજ બુધવારે જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે મિટીંગ યોજાઈ હતી. બેઠકમાં ચેરમેન તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રીની અધ્યક્ષતામાં વિવિધ વિભાગોના અધિકારીઓએ વિવિધ યોજનાઓની હાલની સ્થિતિ, સફળતા અને પડકારો અંગે વિગતવાર જાણકારી આપી હતી.
આ મુલાકાત થકી નર્મદા જિલ્લામાં કેન્દ્ર સરકારની યોજનાઓના અસરકારક અમલ, લોકોને મળતી સવલતો તથા વિકાસના સ્તરની માહિતી મળે તેવા હેતુથી તટસ્થ અને વ્યાવસાયિક અભિગમથી એન.એલ.એમ. ટીમ કામગીરી કરશે. નર્મદા જિલ્લા માટે આ મોનીટરીંગ પ્રક્રિયા વિકાસ માટે માર્ગદર્શક બની રહેશે.
રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા