
આમ જનતાનું આર્થિક લેવડ-દેવડનું સંચાલન કરતી બેંક ઓફ બરોડા તેનો ફાઉન્ડેશન ડે ૧૯ જુલાઈ, ૨૦૨૫ના રોજ ઉત્સાહભેર રેલી સ્વરૂપે રાજપીપલામાં ગાંધીચોકથી વડીયા પેલેસ બેંક ઓફ બરોડા સુધી રેલી કૂચ કરીને ઉજવવામાં આવશે. આ ઉજવણીની શરૂઆત સવારે ૭:૩૦ કલાકે એક મોટરસાઈકલ દ્વારા રેલી કરવામાં આવશે. રેલીમાં બેંકના તમામ કર્મચારીઓ બેંક ઓફ બરોડાની વિશેષ ડ્રેસ કોડમાં ભાગ લેશે. ત્યારબાદ નર્મદા જિલ્લાના ઘાટોલી ડેડિયાપાડા ગ્રામ પંચાયત ખાતે ૧૮ જુલાઈ, ૨૦૨૫ ના રોજ “મેગા ત્રીમાસીક માસ સેચ્યુરેશન કેમ્પ” યોજવામાં આવશે. આ કાર્યક્રમ_Department of Financial Services, ભારત સરકારના માર્ગદર્શન મુજબ આયોજિત કરવામાં આવ્યો છે. આ કેમ્પમાં નર્મદા જિલ્લાના સામાન્ય જનતાને સરકારની વિવિધ સામાજિક સુરક્ષા યોજનાઓ વિશે માહિતગાર કરવા માટે આ મેગા કેમ્પની શરૂઆત સવારે ૧૦:૦૦ વાગ્યે ઘાટોલી પંચાયત ભવન ખાતે કરાશે અને બેંકની લેવડ-દેવડને અને બેંકના કામકાજ અંગે બેંકના રીજીયોનલ મેનેજર તથા લીડ બેંકના એલ.ડી.એમ શ્રી સંજય સિન્હા, ચીફ મેનેજરશ્રી મનોજ મિશ્રા, દેડીયાપાડા તાલુકા વિકાસ અધિકારી શ્રી જગદીશભાઇ સોની, દેડીયાપાડા બ્રાંચ મેનેજર શ્રી સપન હળડર
ઉપસ્થિત રહી માર્ગદર્શન પુરૂ પાડશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લામાં કુલ 13 બેંક ઓફ બરોડાની શાખાઓ કાર્યરત છે .જેમાં તમામ શાખાઓની દેખરેખ માટે બેંક ઓફ બરોડાની એક લિડ બેંક આવેલી છે જે રાજપીપલા, વડીયા પેલેસ પાસે આવેલી છે. એસ્પિરેશનલ જિલ્લામાં કેન્દ્ર-રાજ્ય સરકારની લોકોને યોગ્ય સહાય કે લોન આપી આર્થિક રીતે પગભર કરવાનો હેતુ સાથે સરકાર પણ બેંકના માધ્યમથી આર્થિક યોગદાન આપી રહી છે. બેંક આર.એ.સી.આઇ, સ્વ-રોજગાર સંસ્થા, આ ઉપરાંત ૭ ગ્રામીણ બેંકો મળી કુલ-૨૦ શાખાઓ કાર્યરત છે. જેમાં ૧૩ બેંક ઓફ બરોડા શાખાઓ જેમાં નાંદોદ-૦૫, ગરુડેશ્વર-૦૧, તિલકવાડા-૦૩, દેડીયાપાડા-૦૨, સાગબારા-૦૨ માં કુલ-૨૦ શાખાઓ આવેલી છે. કેંદ્ર સરકાર – રાજ્ય સરકાર અને વિદેશ અભ્યાસ માટે પણ બેંક ધિરાણ આપવાનું કામ કરે છે. કેન્દ્ર સરકારની યોજનાઓ જેવી કે, મુદ્રા યોજના, સેલ્ફ હેલ્પ ગ્રુપ, કિશાન ક્રેડીટ કાર્ડ વિભન્ન સરકારી યોજનાઓનુ અમલીકરણ તેમજ પી.એમ. સુર્યઘર યોજના, પીએમજેજેબીવાય, પીએમએસબીવાય, વિમો, એપીવાય, પી.એમ.જનધન યોજનાના માધ્યમથી લોકોને મદદ કરી રહી છે. નર્મદા જિલ્લામાં લોકોની સેવામાં 136 બેંક મિત્રો કાર્યરત છે. જે બેંકમાં કે.વાય.સી. અને રોકડ જમા-ઉપાડની સેવા આ આમ જનતાને સેવા આપી રહ્યા છે.
રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા