Satya Tv News

નેત્રંગ: વિદ્યાર્થીઓ વિવિધ આનંદદાયી પ્રવૃત્તિઓ કરી મનોરંજન સાથે જ્ઞાન મેળવે તેમજ સહકાર, નેતૃત્વ, લોકશાહી, સાહસિકતા, સર્જનાત્મકતા, મૌલિકતા વગેરે જેવા કૌશલ્યો કેળવે અને સાથે રોજિંદા જીવનના નાના-મોટા પ્રશ્નો હલ કરવાથી સ્વાવલંબી બને તેવા ઉમદા હેતુથી નેત્રંગ તાલુકાના થવા ખાતે આવેલ પીએમ શ્રી થવા બ્રાન્ચ પ્રાથમિક શાળાઓમાં બાળમેળો અને લાઈફ સ્કીલ (જીવન કૌશલ્ય) મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં શાળાનાશિક્ષકો તેમજ આચાર્યશ્રી માધવસિંહ વસાવાના માર્ગદર્શન હેઠળ બાળ મેળા અંતર્ગત ધોરણ બાલવાટિકા થી 5 ના વિદ્યાર્થીઓએ બાળવાર્તા, હાસ્ય દરબાર, વેશભૂષા, છાપકામ, ચીટકકામ, માટીકામ, ચિત્રકામ, રંગપૂરણી વગેરે જેવી પ્રવૃત્તિઓ કરી હતી, જ્યારે લાઈફ સ્કિલ મેળા અંતર્ગત ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓને અંધશ્રદ્ધા નિવારણ,
મલ્ટીમીડિયા નો ઉપયોગ,
પ્રકૃતિને જાણે અને માણે આધારીત વર્ટિકલ ગાર્ડન, હાઇડ્રોફોનિક ખેતી,
વેસ્ટ માંથી બેસ્ટ
વેચાણ સ્ટોલ,
રમત ગમતના મેદાન દોરવા ,
પાવર પોઇન્ટ એનિમેશન બનાવવું,
સ્વ રચિત રાખડી બનાવવી,
આપત્તિ વ્યવસ્થાપન ની માહિતી,
સ્વચ્છતા જાગૃતિ અંતર્ગત રેલી,
ઓનલાઇન ક્વિઝ, ગેમ વિથ ટેબ્લેટ જેવી પ્રવૃત્તિઓ શિક્ષકો દ્વારા કરાવવામાં આવી હતી અને વિદ્યાર્થીઓ અવનવી પ્રવૃત્તિથી વાકેફ થયા હતા.

રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા

error: