કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી અને પોલીટેકનીક કૃષિ ઈજનેરી, નવસારી કૃષિ યુનિવર્સીટી, ડેડીયાપાડા ખાતે 16 જુલાઈ, 2025ના રોજ કોલેજના વિદ્યાર્થી,અધિકારીઓ અને કર્મચારીગણ દ્વારા વન મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.


રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત યોજાયેલ આ વનમહોત્સવમાં મહાવિદ્યાલયના કેમ્પસની બી.ટેક.બોયઝ હોસ્ટેલની સામેના વિસ્તારમાં જામફળ, દાડમ, આંબલી, સીતાફળ વિગેરે જેવા ફળ પાકના વાવેતરની પહેલ શરૂ કરવામાં આવી છે. હોસ્ટેલની સામેનો વિસ્તાર ખુલ્લો અને સૂર્ય પ્રકાશ થી ભરપૂર છે, જે ફળના ઝાડના વિકાસ માટે આદર્શ છે. જમીનનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, અને તે ફળ પાકના વાવેતર માટે યોગ્ય જણાયું. આ પાકો ગુજરાતના આબોહવા અને જમીનને અનુરૂપ છે, જેનાથી તેમની વૃદ્ધિ અને ઉત્પાદનની શક્યતાઓ વધુ છે. દરેક પ્રકારના ફળના ઝાડની સંખ્યા લગભગ સમાન રાખવામાં આવી છે.
આ પહેલનો મુખ્ય હેતુ પર્યાવરણનું જતન કરવું, હરિયાળી વધારવી અને વિદ્યાર્થીઓને પ્રકૃતિ સાથે જોડવાનો છે. આ પહેલમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. સ્થાનિક નર્સરી માંથી ગુણવત્તાયુક્ત રોપાઓ ખરીદવામાં આવ્યા જમીનની ખોદકામ અને ખાતરનો ઉપયોગ કરીને જમીનને તૈયાર કરવામાં આવી. આ પહેલથી કેમ્પસનું સૌંદર્યવર્ધન થશે અને વિદ્યાર્થીઓમાં સમુદાયની ભાવના વધશે. ઝાડોની સંભાળ માટે વિદ્યાર્થીઓની ટીમ બનાવવામાં આવી. જે પ્રત્યેક ટીમ પોતાને મળેલ વખનું જતન કરશે. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કેમ્પસના સ્ટાફની ભાગીદારીથી ઝાડનું રોપણ કરવામાં આવ્યુંઆ ઉપરાંત, ફળના ઝાડ ભવિષ્યમાં વિદ્યાર્થીઓ અને કેમ્પસના સમુદાય માટે તાજા ફળોનો સ્ત્રોત પણ પૂરો પાડશે. પર્યાવરણીય ઝાડો હવાની ગુણવત્તામાં સુધારો કરશે, જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું સ્થિર કરશે જેથી જમીનની ગુણવતા અને આબોહવા પરીવર્તનની સમસ્યા નિવારણમાં સહાયક થશે.કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલયના આચાર્ય અને ડીનશ્રીએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે બી.ટેક. બોયઝ હોસ્ટેલની સામે ફળ પાકનું વાવેતર એ આપણા કેમ્પસના પર્યાવરણીય અને સામાજિક વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું છે. આ પહેલથી કેમ્પસની હરિયાળી તો વધશે જ, પરંતુ આપણા વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ અને જવાબદારીની ભાવના પણ વધશે. આવા પ્રયાસો ભવિષ્યમાં પણ ચાલુ રાખવા જોઈએ. કાર્યક્રમના અંતે રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા આચાર્ય અને ડીનશ્રી, અધિકારીઓ, કર્મચારીગણ અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
*રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા*