


પહેલા જ વરસાદમાં સ્થાનિક તંત્ર અને કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવેલ ભષ્ટ્રાચાર ની પોલ ખુલી!!!
કોંગ્રેસના દિગ્ગજ નેતા શેરખાન પઠાણે સ્થળ પર જઈ રસ્તાનું નિરીક્ષણ કર્યું અને ભ્રષ્ટાચારના કર્યો આક્ષેપ;
નર્મદા: ચોમાસાની સિઝનમાં ગુજરાતના તમામ માર્ગો બીમાર બન્યા છે, ત્યારે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા થી માલ સામોટ ને જોડતો રૂપિયા ૧૫ કરોડના ખર્ચે બનેલ રસ્તો પણ બિસ્માર બન્યો છે. જે એક મહિના પહેલા જ નવીનીકરણ કરવામાં આવેલ હતો, જો કે વરસાદ વરસતા જ રસ્તા પર અનેક જગ્યાએ ખાડા પડી ગયેલ છે. અને પેચવર્ક કરવામાં આવ્યું છે. જેથી પહેલા જ વરસાદે ભ્રષ્ટાચાર ની પોલ ખોલી હતી. જેના પગલે તંત્ર દ્વારા ફરી થી એકજ મહિનામાં નવીનીકરણ કરવાની ફરજ પડી હતી અને કોંગ્રેસનાં દિગ્ગજ નેતા શેરખાન પઠાણે દેડીયાપાડા થી માલસામોટ રસ્તા નું નિરીક્ષણ કર્યું હતું અને એજન્સી પર ભ્રષ્ટાચારનાં આક્ષેપો કર્યા હતા. આ રસ્તો રૂ.૧૫ કરોડ નાં ખર્ચે બનાવવામાં આવેલ છે, જેમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ છે, અને હલકી કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવેલ છે,ત્યારે નર્મદા જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોન્ટ્રાકટર અને જે તે એજન્સી પર કડક માં કડક કાર્યવાહી હાથ ધરી તેનું પેમેન્ટ અટકાવવામાં આવે, તેમજ તેમને બ્લેક લીસ્ટ કરવામાં આવે તેમજ તેમની ડિપોઝિટ જપ્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તેમજ કાર્યપાલક ઇજનેર ને વિનંતી કરી છે કે જ્યારે પણ તમે સમય આપો ત્યારે આ એજન્સી ને બોલાવો અમે તમારી સાથે આ રોડ પર તપાસ કરવા તૈયાર છે. કામ ની ગુણવત્તા જાળવવામાં આવેલ નથી તેમજ ૫૦% પણ કામ સરખું કરવામાં આવેલ નથી. અને આ રસ્તો હાથ થી તૂટે છે. આવા લોકોની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.
રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા