નર્મદા જિલ્લા માં એક માત્ર ઓનલાઇન સોફ્ટવેર (મોબાઈલ એપ્લિકેશન) ધરાવતી “ધી દેડીયાપાડા તાલુકા ટીચર્સ કો.ઓ.ક્રેડિટ સોસાયટી લી.” બની



ચેરમેન શ્રી ચાર્લેશભાઈ રજવાડી એ “એપેક્ષ સોફ્ટવેર” (મોબાઇલ એપ્લિકેશન) લોન્ચ કરી;
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા BRC ભવન ખાતે આજ રોજ તા.19,જુલાઈ, 2025 ને શનિવારના રોજ ડેડીયાપાડા તાલુકા ટીચર્સ કો.ઓ. ક્રેડિટ સોસાયટી ની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી.
તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી, નર્મદા જિલ્લા સંઘના મહામંત્રી શ્રી, તાલુકા સંઘના પ્રતિનિધિ શ્રીઓની ઉપસ્થિતમાં ધોરણ 10 અને 12 ના તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ સ્વર્ગસ્થ શિક્ષકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તેમજ વય નિવૃત શિક્ષકોનું વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું. ચેરમેન શ્રી ચાર્લેશભાઈ રજવાડી દ્વારા “એપેક્ષ સોફ્ટવેર” ની મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી. સમગ્ર નર્મદા જિલ્લામાં એકમાત્ર ઓનલાઈન સોફ્ટવેર “એપેક્ષ સોફ્ટવેર” મોબાઇલ એપ્લિકેશન ધરાવતી ” ધી ડેડીયાપાડા તાલુકા ટીચર્સ કો.ઓ.ક્રેડિટ સોસાયટી લી.” બની. જેથી વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત તમામ સભાસદોએ ગર્વની લાગણી અનુભવી હતી. તેમજ મંચસ્થ મહાનુભવો એ ડેડીયાપાડા તાલુકા ટીચર્સ કો.ઓ. ક્રેડિટ સોસાયટી ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી રાયસિંહભાઈ એ કર્યું હતું.
: સર્જન વસાવા, ડેડિયાપાડા