Satya Tv News

નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે.મોદીના માર્ગદર્શન હેઠળ યોગને વિશેષ પ્રાધાન્ય

દેડિયાપાડા તાલુકાની શ્રી પાર્થ વિદ્યાલય ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના સંયુક્ત ઉપક્રમે યોગ ટ્રેનર તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું.

નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે. મોદીના માર્ગદર્શન હેઠળ યોગ બોર્ડના જિલ્લા કો-ઓર્ડિનેટર શ્રી વસંતકુમાર વસાવા યોગને જનજન અને ગામડાઓ સુધી પહોંચાડવા માટે સતત પ્રયત્નશીલ છે. આ તાલીમ વર્ગનો મુખ્ય હેતુ યુવાનોમાં યોગ પ્રત્યે જાગૃતિ ફેલાવવી અને તેમને સ્વસ્થ જીવનશૈલી તરફ દોરી જવાની છે. તાલીમાર્થીઓને તાલીમ પૂર્ણ થયા બાદ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ પોતાના ગામમાં દૈનિક નિઃશુલ્ક યોગ કક્ષાઓ શરૂ કરીને રૂ.6000 નું માનદ વેતન મેળવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાનના ઉદ્દેશો સાથે સુસંગત છે, જેનાથી લોકોમાં વધતા જઈ રહેલા સ્થૂલતા તથા અનિયમિત જીવનશૈલી સામે જાગૃતિ ઉભી કરવી છે. યોગના માધ્યમથી શારીરિક તંદુરસ્તી પર ધ્યાન કેન્દ્રિત થાય છે, પણ માનસિક શાંતિ અને આત્મનિર્ભરતાનું વલણ પણ વિકસિત થાય છે.

કાર્યક્રમમાં દેડિયાપાડા તાલુકાના સિનિયર યોગ કોચ શ્રી દિલીપભાઈ વસાવા, યોગ કોચ શ્રી જીવરામભાઈ વસાવા તેમજ યોગ શિક્ષિકા હર્ષિકાબેન વસાવા ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા

error: