


ગુજરાત રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં શિક્ષકોની ઘટ પૂરી કરવા માટે મહત્ત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે. “શિક્ષણ સહાયક ભરતી-2024”ના હેતુસર સમગ્ર રાજ્યમાં શિક્ષણ સહાયકોને નિમણૂંક પત્રો આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.
તે અનુસંધાને નર્મદા જિલ્લામાં તારીખ ૨૪મી જુલાઈ, ૨૦૨૫ના રોજ સરકારી માધ્યમિક શાળાઓ માટે ફાળવાયેલા ૫ પૈકીના તમામ ૫ ઉમેદવારો અને ૨૮મી જુલાઈના રોજ બિનસરકારી માધ્યમિક શાળાઓ માટે ફાળવાયેલા ૩૭માંથી ૩૩ ઉમેદવારોને જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. કિરણબેન પટેલના હસ્તે નિમણૂંક પત્રકો રાજપીપલાની સરકારી હાઈસ્કૂલ ખાતે એનાયત કરવામાં આવ્યા હતા.
રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા