


વન વિભાગ દ્વારા દીપડાને પકડવા ની કવાયત તેજ: પાંજરા મૂકવામાં આવ્યા;
ડેડીયાપાડા તાલુકાના દેવગામ પાસે એક શેરડીનાં ખેતર પાસે 26 જુલાઈ,2025 ના રોજ રાત્રીના સમયે કદાવર દીપડો જોવા મળ્યો હતો. ગાડીમાં જતા રાહદારી દ્વારા દીપડાને જોતા તેનો વિડિયો ઉતારવામાં આવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં આસપાસના ગામડાનાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. થોડા સમય અગાઉ જ સાગબારાના કોલવાણ ગામે દીપડાએ દ્વારા એક બાળકી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં બાળકીનું મોત નીપજ્યું હતું. ત્યાર બાદ અન્ય એક મહિલા ઉપર પણ દીપડાએ હુમલો કર્યો હતો. જેને વન વિભાગ દ્વારા ભારે જહેમત બાદ પાંજરે પૂર્યો હતો. ત્યારે આવી કોઈ અઘટિત ઘટનાનાં બને એના માટે દીપડાને પાંજરે પુરાય એવી માંગ આસપાસના લોકોમાં ઉઠી છે. ગ્રામજનો એ વન વિભાગને જાણ કરતા વન વિભાગ દ્વારા દીપડાના હોવાના સંકેત હોય તેવી જગ્યાએ પાંજરા મૂકવામાં આવ્યા છે. અને દીપડાને પકડી પાડવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ડેડીયાપાડા સાગબારા માં છેલ્લા કેટલાક સમયથી દીપડાના પશુઓ તેમજ મનુષ્યો પર હુમલાઓ વધતા જાય છે, જેમાં જાનમાલનું મોટું નુકશાન થાય છે.
રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા