

ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા ચાલતી પીએમશ્રી PMSHRI (prime minister School rising of India)(પ્રાય મિનિસ્ટર સ્કૂલ રિઝનીંગ ઓફ ઇન્ડિયા) યોજના હેઠળ ગુજરાતમાં કુલ ૪૪૮ જેટલી શાળાઓ કાર્યરત છે જેમાં ભરૂચ જિલ્લાની 13 શાળાઓને આ યોજનાનો લાભ મળી રહ્યો છે આ યોજના હેઠળ બાળકોને ગુણવત્તા યુક્ત શિક્ષણ મળે અને કૌશલ્ય વર્ધક તાલીમ મળે તે માટે વિવિધ પ્રવૃત્તિઓ થાય છે જેમ કે વોકેશનલ ટ્રેનીંગ અંતર્ગત ફ્રુડ મેકિંગ સ્કીલ , એગ્રી કલ્ચર,રમત ગમત ક્ષેત્ર,ગણિત વિજ્ઞાન મંડળ જેવા વિવિધ સ્ટેરીશન પોઇન્ટસમાં આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર હસ્તકની પીએમશ્રી શ્રીકૃષ્ણ આશ્રમશાળા થવા જી.ભરૂચ અગ્રેસર રહી જેની શિક્ષા મંત્રાલય ન્યુ દિલ્હી શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા નોંધ લઇ બેસ્ટ પીએમશ્રી શાળા તરીકે ઘોષણા કરવામાં આવી. શાળા ના વિકાસ માટે ગ્રામ નિર્માણ કેળવણી મંડળ ના પ્રમુખ શ્રી યોગેશ જોશી સાહેબ, ટ્રસ્ટી શ્રી રાજુભાઈ માંગરોલા સાહેબ અને શાળા ના આચાર્ય શ્રી રંજનબેન દ્વારા સવિશેષ કાળજી લેવામાં આવે છે. અને શાળા ની ઉતરોતર પ્રગતિ થાય તે માટે પ્રયત્નશીલ રહે છે.
ન્યુ દિલ્હીથી પ્રસારિત ઘોષણા કાર્યક્રમને નિહાળવા બોહળી સંખ્યામાં લોકો જોડાયા, જેમાં 80 થી વધુ પીએમશ્રી શાળાના શિક્ષકો તથા 400થી વધુ બાળકો, 12 જેટલા અધિકારીઓ. જેમાં મુખ્ય અતિથિ મહેમાન શ્રીઓમાં સંસ્થાના સ્થાપક ટ્રસ્ટીશ્રી માનસિંગ માંગરોલા, ટ્રસ્ટી શ્રી નાનાલાલ, બી.આર.સી. કો-ઓર્ડીનેટર સુધાબેન વસાવા, મહેશભાઈ પરીખ સાહેબશ્રી જિલ્લા QEM કો.ઓર્ડીનેટર, ચૈતાલીબેન જિલ્લા આઇ.ઇ.ડી./AR&VE, તથા પ્રવિણાબેન જિલ્લા ગર્લ્સ એજ્યુકેશન કો-ઓર્ડીનેટર, વાલીઓ બહોળી સંખ્યામાં જોડાયા.
આ કાર્યક્રમ માટે સાંસદ શ્રીમનસુખભાઈ વસાવા, ધારાસભ્યશ્રી રીતેશભાઈ વસાવા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ વાંસદિયા, તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી એસ.કે રાવલ તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિન શાહ,આદિજાતી વિકાસ અધિકારી ભરૂચ શ્રી વિપુલભાઈ જોશી,ગ્રામ નિર્માણ કેળવણી મંડળ થવા , બી આર સી શ્રી નેત્રંગ સુધાબેન વસાવા દ્વારા પીએમશ્રી શ્રી કૃષ્ણ આશ્રમ શાળા થવાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા.
પીએમશ્રી શ્રી કૃષ્ણ આશ્રમ શાળા થવા ના પ્રિન્સીપાલ રંજનબેન વસાવાએ ગર્વ ની લાગણી સાથે સૌનો આભાર વ્યક્ત કર્યો.
રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા