સ્વતંત્ર ભારતના પવિત્ર દિવસે સરપંચ-તલાટી પર સત્તાનો દુરુપયોગ, ભ્રષ્ટાચાર અને ગામની એકતામાં ફૂટ પાડવાના ગંભીર આક્ષેપ


સ્વતંત્રતા પર્વ ના દિવસે, જ્યારે દેશભરમાં લોકશાહી અને અખંડિતતાના નારા ગૂંજી રહ્યા હોય, ત્યારે કડોદરા ગામમાં લોકશાહીનો ભંગ થતાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે.
ગામજનોનો સીધો આક્ષેપ છે કે સરપંચ યોગેશસિંહ રણજીતસિંહ ગોહિલ અને તલાટી કમ મંત્રી ભેગા મળી પોતાની સત્તાનો ખુલ્લેઆમ દુરુપયોગ કરી રહ્યા છે.રાષ્ટ્રીય પર્વમાં ફૂટ ફાત કરી વ્યક્તિગત અહંકાર માટે એકતાની હત્યા કરી હોવાની ગામ લોકો સરપંચ પર આક્ષેપો કરી રહ્યા છે.વર્ષોથી કડોદરા ગામ માં રાષ્ટ્રિય પર્વ ની ઉજવણી ગ્રામ પંચાયત કડોદરા ભવન ખાતે ગામ એક થઈને દેશભક્તિ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ કરી ઉજવતા હતા.પરંતુ,નવા સરપંચ બન્યા બાદ યોગેશસિંહ ગોહિલે માત્ર પોતે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો લ્હાવો લેવા માટે જુદા સ્થળે અલગ કાર્યક્રમ શરૂ કર્યો. પરિણામે, ગામની ઉજવણી બે ભાગમાં વહેંચાઈ ગઈ.ગામજનો આક્ષેપો કરી રહ્યા છે કે”રાષ્ટ્રીય પર્વ એકતાનું પ્રતિક છે, પરંતુ સરપંચે તેને પોતાના અહંકારની ભેટ ચઢાવી દીધી.”જેથી કડોદરા ગામ ની એકતા અને ગામ ની સામાજિક સમરસ્તા ખોરવાઇ ગય છે.કડોદરા ગામ મા ગુપ્ત ગ્રામસભા યોજી હોય તેમ ગામ લોકો જણાવી રહ્યા છે .ગામ સભા ની મીટીંગ થી ગામ લોકો ને વંચિત રાખતા કડોદરા ગ્રામ પંચાયત ના સરપંચ તેમજ તલાટી પર ગામ જનો ના આક્ષેપો.ગામજનોના જણાવ્યા મુજબ, 15 ઓગસ્ટે ખાસ ગ્રામસભા યોજવાની હોવા છતાં તેની જાહેર જાણ સરપંચ કે તલાટી દ્વારા ગામ લોકો ને કરવામાં આવી નથી પરિણામે, ગામજનોની ગેરહાજરીમાં, સરપંચ-તલાટીએ ભેગા મળી ગામ લોકો ના પડતર પ્રશ્નો ને દબાવવા માં આવ્યાં હોય તેમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અગાઉ પણ કડોદરા ગામ ના સરપંચ અને તલાટી દ્વારા પોતાની સત્તા નો દુરુપયોગ કરીને કડોદરા પંચાયત હદમાં આવેલી બેસ્ટવેલ્યુ કંપની માટે એપ્રોક્ષ રોડ તેમજ નાળું બનાવવા મંજૂરી આપી હતી.આ જમીન જિલ્લા પંચાયતની માલિકીની છે પરંતુ કડોદરા ગામ ના સરપંચ અને તલાટી ભેગા મળીને ભ્રસ્ટાચાર આચારવા માટે સરપંચ અને તલાટી એ ગામ પંચાયત ના લેટરપેડ ઉપર એપરોક્ષ નાળુ બનાવવા માટે પરવાનગી આપી હતી. તેમ ગામ લોકો સરપંચ અને તલાટી ઉપર આક્ષેપો કરી રહ્યા છે. અને સરપંચ અને તલાટી એ આ બાબતે પોતાની સત્તા નો દુરુપયોગ કરેલ છબે તેમ ફામ લોકક જણાવી રહ્યા છે. અને કાયદાની અવગણના કરીને પરવાનગી આપવામાં આવી છે. ગ્રામજનો જણાવી રહિયા છે કે આ માત્ર સત્તાનો દુરુપયોગ જ નહીં, પણ તંત્ર અને કંપની વચ્ચેનો હિતસંઘર્ષનો જીવંત દાખલો છે.તેમજ આગાઉ 02.10.2024 ના ગાંધી જયંતિ ના દીવસે ગામ સભા બોલાવ્યા પછી એક વર્ષ થવા આવ્યું હોય તો કોઈ ગામ લોકો ને ગામ ના પ્રશ્ન રજૂ કરવા ગામ લોકોની માગ હતી .નવરાત્રીમાં કંપનીઓ પાસેથી ગેરરીતે રૂપિયા ઉઘરાવવાનો સરપંચ સામે આક્ષેપકેટલાંક મહિનાં પહેલા ગામસભામાં, સરપંચ પર નવરાત્રી પ્રસંગે કંપનીઓ પાસેથી ‘માતાજીના નામ ઉપર રૂપિયા ઉઘરાવવાનો ગંભીર આક્ષેપ થયો હતો.ગામજનોની માંગ હોય કે આ પૈસાનો હિસાબ જાહેર કરી સત્તાનો દુરુપયોગ કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરવી.પરંતુ, સરપંચ-તલાટી ની મિલીભગતના કારણે આ મુદ્દો ઠરાવ બુકમાં દાખલ જ કરવામાં આવ્યો નથી.ગામજનો ના કહેવા મુજબ “જે મુદ્દા પર જવાબદારી નક્કી થવી જોઈએ, ત્યાં ઠરાવમાંથી જ મુદ્દો ગાયબ કરાયો છે.”ગામજનોના સરપંચ, તલાટી અને તંત્ર ઉપર આક્ષેપો છે કે ગ્રામસભાની જાહેર જાણ ગામ લોકોને ન કરવી તે પંચાયત કાયદાનો ભંગ કરવો કરવોજિલ્લા પંચાયતની મિલકત પર બિનઅધિકૃત મંજૂરી આપી સત્તાનો દુરુપયોગ કરવો.કંપનીના હિતમાં એકતરફી નિર્ણય લય હિતસંઘર્ષ કરવોરાષ્ટ્રીય પર્વમાં ફૂટ અને ગામની અખંડિતતા તોડવાનો પ્રયાસનવરાત્રી પ્રસંગે કંપનીઓમાંથી ગેરરીતે રૂપિયા ઉઘરાવવાના આક્ષેપઉઘરાવેલા રૂપિયા અંગે હિસાબ ન આપવો અને ઠરાવ બુકમાંથી મુદ્દો ગાયબ કરવો – જવાબદારી ટાળવાનો પ્રયાસઅગાઉના ભ્રષ્ટાચારના આક્ષેપો હોવા છતાં કોઈ તપાસ ન કરવી – પ્રશાસનની નિષ્ક્રિયતા છે તેમ ગામ લોકો જણાવી રહ્યા છે. હવે તો ગામજનોની તાત્કાલિક માંગ છેકે 1. સરપંચ અને તલાટી સામે કાયદેસર અને દંડાત્મક કાર્યવાહી થાય.2. બેસ્ટવેલ્યુ કંપનીને અપાયેલી ગેરકાયદેસર મંજૂરી રદ કરી નાળા તાત્કાલિક બંધ કરાવવામાં આવે.3. રાષ્ટ્રીય પર્વ ફરીથી ગામની એકતાથી ઉજવાય તેની ખાતરી માટે પ્રશાસકીય હસ્તક્ષેપ4. ભ્રષ્ટાચારના તમામ આક્ષેપોની સ્વતંત્ર, ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે.5. સરપંચ દ્વારા કંપની ઓ પાસેથી ઉઘરાવેલા તમામ નાણાનો જાહેર હિસાબ આપવામાં આવે 6. સંબંધિત અધિકારીઓની ભૂમિકા અંગે કાયદેસર તપાસગામજનો ચેતવણી આપે છે કે “જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો અમે જિલ્લા અને રાજ્ય સ્તરે આંદોલન શરૂ કરીશું. કડોદરામાં તાનાશાહી નહીં ચાલે!”
વિડિઓ જર્નલિસ્ટ સહદેવ ગોહિલ સત્યા ટીવી વાગરા