

આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નર્મદા જિલ્લા પ્રમુખ સંદીપભાઈ વસાવાની અધ્યક્ષતામાં ઉદ્યોગ સાહસિકતા દિન ઉજવાયો;
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના થવા ખાતે આવેલ ગ્રામ નિર્માણ કેળવણી મંડળ થવા સંચાલિત નૂતન ગ્રામ વિદ્યાપીઠ બીઆરએસ કોલેજમાં ઇનોવેશન ક્લબ (CAN DO ACTIVITIES) અતર્ગત વિશ્વ ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોલેજ ના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નર્મદા જિલ્લા ચેરમેન શ્રી સંદીપભાઈ વસાવાએ હાજર રહીને વિધાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. અને ઉદ્યોગ શા માટે કરવો, ધંધા કરવા માટે મૂડી રોકાણ કેટલું કરવું, જેવા વગેરે પાસાઓમાં વિદ્યાર્થીઓને માહિતી આપી હતી. જે વિદ્યાર્થીઓ સાથે સારા ઉદાહરણ સાથે entrepreneurship ધંધાની શરૂવાત કેવી રીતે કરી સકાય એન્ડ માર્કેટિંગ સ્ટ્ર્ટર્જિસ લઈને વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્યશ્રી ડૉ.દિનેશ પી.ચૌધરી ના માર્ગદર્શન હેઠળ કાર્યકમ યોજાયો હતો. એન્ડ કોલેજના ઇનોવેશન કોઓર્ડિનેટર તેમજ તમામ સ્ટાફ હાજર રહ્યા હતા.
રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા