Satya Tv News

નેત્રંગ તાલુકામાં આવેલ પીએમ શ્રી શ્રીકૃષ્ણ આશ્રમ શાળા થવા માં દિવ્ય જ્યોતિ તેજસ હોસ્પિટલ માંડવી દ્વારા આંખના કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. આશ્રમશાળા થવામાં અભ્યાસ કરતા 325 વિદ્યાર્થીઓને તેજસ હોસ્પિટલના ડોક્ટર શ્રી નિલેશભાઈ તથા આવેલ સ્ટાફ મિત્રોએ આંખને લગતી બીમારી જેમાં આંખમાં ખંજવાળ આવવું, આંખ માંથી પાણી પડવું, ઝાંખુ દેખાવવું ,આંખ દુઃખવી, ઓછું દેખાવું વગેરેની માહિતી આપવામાં આવી હતી. બાદમાં દરેક ધોરણનાં વિદ્યાર્થીઓને વ્યક્તિગત ચકાસવામાં આવ્યા હતા. જરૂરિયાતમંદ બાળકોને વિના મૂલ્યે ચશ્મા વિતરણ અને વધુ સારવારની જરૂર હોય તો તેમને હોસ્પિટલની મુલાકાત માટે જણાવ્યું હતું.

આંખને લગતી તમામ સારવાર અને ચશ્માનું વિના મૂલ્યે વિતરણ કરતા પીએમ શ્રી શ્રીકૃષ્ણ આશ્રમ શાળા થવા પરિવાર દ્વારા તેજસ હોસ્પિટલ નો આભાર વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા

error: