Satya Tv News

સાંસદ રૂ.૩ કરોડના ખર્ચે તમામ સુવિધા સજ્જ બસડેપો ની તરફેણમાં જ્યારે ધારાસભ્ય પીકઅપ બસસ્ટેન્ડ ની તરફેણ કરતા હોવાથી મામલો ગરમાયો;

ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકા મથકે આવેલ જિલ્લા પંચાયતના વિશ્રામ ગૃહના ટેકરાને તોડીને રૂ.૩ કરોડના ખર્ચે અત્યાઆધુનિક સુવિધાથી સજ્જ બસડેપોના નિમૉણ માટે ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઇ વસાવા માર્ગ-પરીવહન વિભાગના અધિકારીઓ સાથે સર્વે કર્યો હતો. ત્યારબાદ ભરૂચ જિલ્લા પંચાયતની સભામાં ઠરાવ કરીને જિલ્લા પંચાયત હસ્તકની જમીનનું સંપાદન કરીને બસ ડેપોના નિર્માણ માટે જગ્યાની ફાળવણી કરાઇ હતી. આગામી ટૂંક સમયમાં નેત્રંગ તાલુકા મથકે નર્મદા જિલ્લાના સેલંબા અને ભરૂચ જિલ્લાના આમોદ તાલુકા જેવું ભવ્ય બસડેપોના નિર્માણની કામગીરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. તેવા સંજોગોમાં નેત્રંગ તાલુકા પંચાયત અધિકારીઓએ નેત્રંગ તાલુકા મથકે ધારાસભ્ય રિતેશભાઈ વસાવાના નામથી પીકઅપ બસસ્ટેન્ડના નિર્માણ માટેના વર્ક ઓર્ડરની તૈયારી કરતાં ભરૂચ સાંસદ મનસુખ વસાવા વિફર્યા છે. તેવા સંજોગોમાં સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય રિતેશ વસાવા વચ્ચે વિવાદ વધુ વકર્યો છે. નેત્રંગ તાલુકા મથકે રૂ.૩ કરોડના ખર્ચે જ અત્યાધુનિક બસડેપો જ બનશે તેવું સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું. જ્યારે નેત્રંગ તાલુકા ભાજપના કાર્યકરો આ બાબતે આવેદનપત્ર આપી વિરોધ નોંધાવશે તેવું ચર્ચાઈ રહ્યું છે.ઉલ્લેખનીય છે કે નેત્રંગમાં એસટી બસસ્ટેન્ડના નિર્માણ માટે પરીવહન વિભાગના જવાબદાર અધિકારીઓ ત્રણ-ચાર વખત સર્વે કર્યો છે. લાખો-કરોડો રૂપિયા ધુળ ખાઇ રહ્યા છે. તેવા સંજોગોમાં તાત્કાલિક ધોરણે અત્યાઆધુનિક એસટી બસડેપોનું નિર્માણ થાય તેવું લોકહિત માટે જણાઇ રહ્યું છે.

*રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા*

error: