
આ ઘટના આદિવાસી યુવાનો પર ડ્રગ્સના રવાડે ચઢ્યાં હોવા તરફ અંગુલિનિર્દેશ કરે છે. રાજપીપળામાં મેફેડ્રોન ડ્રગ્સનું વેચાણ થતું હોવાની બાતમી એસઓજીની ટીમને મળી હતી. પીએસઆઈ લટા તથા તેમની ટીમે શંકમંદો પર વોચ ગોઠવી હતી. જેમાં સિંધીવાડ લાલ ટાવર પાસે રહેતા ફિરોજ ઘોરી તથા ખત્રીવાડમાં રહેતા આફતાબ સોલંકી પોલીસની રડારમાં આવ્યાં હતાં. પોલીસે બંનેના મોબાઇલ ટ્રેસ કરી તેમના લોકેશન મેળવ્યાં હતાં. બંને એપીએમસી જીન કંપાઉન્ડ પાસે હોવાનું બહાર આવતાં તેમને કોર્ડન કરી લેવામાં આવ્યાં હતાં.અને ત્યાર બાદ આ બન્ને ની પૂછતાછ કરતા અન્ય એક આરોપી પણ ઝડપાઇ ગયો કુલ 3 આરોપીને તેમની પાસે રહેલી મોપેડની તપાસ કરવામાં આવતાં તેમની પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ (MD) 7 ગ્રામ કિ.રૂ. 70 હજારનો મળી આવેલ હતો. બંને પાસેથી કુલ 1.32 લાખનો મુદ્દામાલ કબજેલેવાયો છે. બંને ડ્રગ્સનું વેચાણ કરવાની ફિરાકમાં હતાં. તેઓ ક્યાંથી લાવતા હતા અને કોણ કોણ સામેલ છે જે બાબતની તપાસ ચાલુ છે. MD ડ્રગ્સ ખૂબ મોંઘુ હોય એટલે તેને વેચવાની શોધમાં ગ્રાહક શોધતા બેઠા હતા. ખાસ કરીને ગુટખાની પડેકીમાં નાખી ચાવીને અથવા સિગરેટમાં નાખીને નશો યુવાનો કરતાં હોય છે. આરોપી ફિરોઝ ઘોરી સામે રાજપીપળા અને ઉમલ્લા મળી કુલ 5 ગુના નોંધાયેલાં છે.હાલ નર્મદા પોલીસે આ આરોપી ને પૂછતાછ શરૂ કરી છે
https://www.instagram.com/reel/DOx6pt-CCHJ/?igsh=MWdtYWl1YTQ1aW1hbQ==