Satya Tv News

એક દિવસના બાળક ને રાજપીપળા સિવિલ મા શ્વાસ ની તકલીફ માં રિફર કરાયો, જેમાં ડોકટરો એ સતત મહેનત કરી બાળક ને મોત ના મુખ માંથી બહાર કાઢ્યો;

નર્મદા જિલ્લાની વડી રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં માં હવે ઘણી સારી સુવિધા અને સાધનો ઉપલબ્ધ છે અને હોસ્પિટલ ના સુપ્રિટેન્ડન્ડ ડો.મનીષ મહેતા પણ દર્દીઓ ને બચાવવા તબીબો અને દર્દીઓ ને તમામ પ્રકારની મદદે ઊભા રહે છે ત્યારે હાલ માં રાજપીપળા સિવિલ મા દેડિયાપાડા થી રીફર કરેલા એક દિવસના ગંભીર હાલત માં આવેલા બાળક નું જીવન બચાવી ડોક્ટરો એ માનવતા ના દર્શન કરાવ્યા હતા.

નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના કુકરદા ગામના રહેવાસી સજનાબેન સતીશભાઇ વસાવા નાઓની દેડિયાપાડા માં સુવાવડ થયા બાદ બાળક ને શ્વાસ ની ગંભીર તકલીફ હોવાથી રાજપીપળા સિવિલ મા રીફર કર્યા બાદ રાજપીપળા સિવિલ ના બાળકોના ડોકટર રિતેશ પરમારે બાળક ને તપાસતા જાણવા મળ્યું કે આ બાળક ને ફેફસા અને છાતી વચ્ચે હવા ભરાતા બાળક ને શ્વાસ ની તકલીફ વધી હતી જેથી ડો.રિતેશ પરમાર સાથે જનરલ સર્જન ડો.ચિંતન ભીમસેન અને ડો.રોશન વલવી અને ડો.ધવલ વસાવા એ બાળક ની યોગ્ય સારવાર કરી અને જ્યાં હવા ભરાઈ જતી હતી ત્યાં એક નળી નાખતા બાળક શ્વાસ બરાબર લેતો થયો હતો, જેથી આ નળી થોડોક ટાઈમ રાખ્યા બાદ કાઢી નાંખતા બાળક તદ્દન સ્વસ્થ થયો અને ઓક્સિજન કે નળી વિના આમ લોકો ની જેમ શ્વાસ લઈ રહ્યો છે. આમ લગભગ 15 દિવસ નો આ બાળક હવે સ્વસ્થ થતા અહીંયા દાખલ આ બાળક ને આજે રજા આપવાની હોવાનું ડો.રિતેશ પરમારે જણાવ્યું હતું.આમ નર્મદા જિલ્લાની આ વડી હોસ્પિટલ મા સુવિધાઓ વધતા અને ડોક્ટરો પણ અંગત રસ લઈ નાના મોટા દરેક દર્દીઓ ની યોગ્ય સારવાર કરતા જીવન મરણ વચ્ચે જીવતા દર્દીઓ ને નવજીવન મળે છે.

રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા

error: