

ડેડીયાપાડા તાલુકાની ખો-ખો ટીમે જિલ્લા કક્ષાએ વિજેતા બનીને તાલુકાનું નામ રોશન કર્યું;*નર્મદા: આ વર્ષે યોજાયેલી SGFI (School Games Federation of India) શાળાકીય રમતોમાં ડેડીયાપાડા તાલુકાની ખો-ખો ટીમે જિલ્લા કક્ષાએ વિજેતા બનીને તાલુકાનું નામ રોશન કર્યું છે. આ વિજય માત્ર એક જીત નથી, પરંતુ ખેલાડીઓની સખત મહેનત, સમર્પણ અને ઉત્કૃષ્ટ ટીમ વર્કનું પરિણામ છે.આ ભવ્ય વિજયમાં આશ્રમ શાળા, સામરપાડાનો ફાળો ખૂબ જ ગૌરવશાળી રહ્યો છે. આશ્રમ શાળાના ત્રણ વિદ્યાર્થીઓ અને ત્રણ વિદ્યાર્થીનીઓ સહિત કુલ છ ખેલાડીઓની પસંદગી જિલ્લા સ્તરે થઈ હતી. આ વિદ્યાર્થીઓએ તેમના કૌશલ્ય અને જોશથી ટીમને વિજયી બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.જેમા આચાર્ય શ્રી જીતેન્દ્રકુમાર બી પટેલ અને શિક્ષક આદેશભાઈ ડી મિશાળ નું માર્ગદર્શન વિશેષ રહ્યું છે. હવે, આ વિજેતા ટીમ રાજ્ય કક્ષાએ રમવા જશે. આશા છે કે તેઓ ત્યાં પણ શાનદાર પ્રદર્શન કરીને ડેડીયાપાડા તાલુકા અને આશ્રમ શાળા, સામરપાડાનું ગૌરવ વધારશે. આ વિદ્યાર્થીઓને તેમની આગામી મેચ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તેમનો આ પ્રવાસ અન્ય યુવા ખેલાડીઓ માટે પ્રેરણાદાયક બનશે.
*રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા*