Satya Tv News

અંકલેશ્વર NH 48 પર સુરત તરફ જતા નિલેશ ચોકડી પાસે એક લકઝરી બસને અકસ્માત નડતા હાહાકાર મચ્યો હતો. અકસ્માતમાં બસ ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ સ્ટિયરિંગ વચ્ચે ફસાઈ ગયો હતો. અકસ્માતને ત્રણ કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં ક્રેન અને ફાયર વિભાગની તાત્કાલિક સુવિધા સ્થળ પર ન પહોંચી શકતા ચાલક જીવન–મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો.

https://www.instagram.com/reel/DO7Sj0gk8Yd

અંતે પાનોલી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને ભારે જહેમત બાદ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. લાંબા સમયના પ્રયાસો બાદ ચાલકને સલામત બહાર કાઢી સારવાર અર્થે ખસેડાયો. હાલ તેની તબિયત સારવાર હેઠળ છે.

બસમાં સવાર અન્ય મુસાફરોને પણ નાની મોટી ઇજાઓ પહોંચી હતી, જેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા. દરમિયાન 108ની ટીમ સતત સેવામા તત્પર રહી અને એમ્બ્યુલન્સના સાયરનથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

error: