
અમદાવાદ શહેર પોલીસના કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર વનરાજ માંજરિયાનું પાલતું શ્વાનનો નખ વાગવાથી હડકવા થયો હતો. PIનું હડકવાને કારણે સારવાર દરમિયાન મોત થયું છે. પીઆઇના મોતથી પોલીસબેડામાં શોક છવાયો છે. PIને ક્યારે શ્વાનનો નખ વાગ્યો એ ખબર જ ન પડી અને તબિયત લથડતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને દોઢ દિવસની સારવારમાં જ મોત નીપજ્યું હતું.
પોલીસ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા હતા PI માંજરિયા શહેરમાં પોલીસ કંટ્રોલ રૂમમાં પીઆઇ તરીકે ફરજ બજાવતા વનરાજ માંજરિયાને થોડા સમય અગાઉ પાલતું શ્વાનના નખ વાગવાથી હડકવા થયો હતો PIને હડકવા થતાં સારવાર ચાલી રહી હતી. તેમનું સારવાર દરમિયાન મોત થયું છે. તેમના મોતથી તેમના પરિવાર અને પોલીસબેડામાં શોક છવાયો છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા પીઆઇ મંજરિયાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.