


નેત્રંગ તાલુકાના ગાલીબા ગામે આવેલ સરકારી માધ્યમિક શાળામાં પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીની જન્મજયંતિ નિમિત્તે ભરૂચ લોકસભાના સાંસદશ્રી મનસુખભાઈ વસાવા અધ્યક્ષતામાં પુષ્પાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
સરકારી માધ્યમિક શાળા ગાલીબાના ઉપસ્થિત વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકગણોને ભારતીય જનસંઘના સંસ્થાપક, એકાત્મ માનવવાદની વિચારધારા સમગ્ર રાષ્ટ્રમાં ફેલાવનારા તથા અંત્યોદયના પ્રણેતા, ઉત્કૃષ્ટ સંગઠનકર્તા પંડિત દીનદયાલ ઉપાધ્યાયજી ના જીવન વિશે માર્ગદર્શન કર્યું હતું .ગરીબ, વંચિત અને છેવાડાના માનવી સુધી સુખ-સમૃદ્ધિ પહોંચાડવાના તેમના આદર્શ વિચારો રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે સદૈવ દિશા દર્શક છે.
“એક પેડ માં કે નામ” કાર્યક્રમ અંતર્ગત, દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ઉજવાતા સેવા પખવાડિયા પ્રસંગે વૃક્ષોનું વાવેતર કરી નમોવન નો શુભારંભ કરાવ્યું હતું.
રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા