
વાગરા – દારૂબંધીના કાયદાનો ભંગ કરતા બુટલેગરો સામે વાગરા પોલીસે ઝુંબેશ વધુ કડક બનાવી છે. આ અભિયાન અંતર્ગત પોલીસને બાતમીના આધારે વાગરા–સારણ માર્ગ પર સફળ રેડ પાડતા નવા કાસ્યા ગામના બુટલેગર ધર્મેશ રમણ વસાવાને દેશી દારૂના જથ્થા સાથે રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો હતો.
પોલીસે આરોપી પાસેથી 50 લીટર દેશી દારૂ (કિંમત રૂ.10,000) તથા દારૂની હેરાફેરી માટે વપરાતી મોપેડ જપ્ત કરી હતી. આ રીતે કુલ રૂ.50,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.