Satya Tv News

બેંગલુરુ: આ કહાણી ઉલ્લાલની છે. એક પિતા રાતના સમયે ઘરે પરત ફર્યા, તો ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. કંટાળીને તેણે મકાન માલિક પાસેથી એક્સ્ટ્રા ચાવી લીધી. જેવો દરવાજો ખોલ્યો તો અંદર કોઈ દેખાયું નહીં, તેમણે દીકરીને બોલાવી. જ્યારે કોઈ જવાબ ન આવ્યો તો તે દીકરી અને જમાઈના રૂમમાં પહોંચ્યા, પણ અંદરનો જે નજારો હતો, તે જોઈને આંખો ફાટી રહી. આવો જાણીએ શું છે આ સમગ્ર મામલો…

હકીકતમાં જોઈએ તો, બેંગલુરુના રહેવાસી પેરિયાસ્વામી રવિવાર રાતના લગભગ સાડા નવ વાગ્યે પોતાના સંબંધી સાથે તુમકુરુથી બેંગલુરુ પરત ફર્યા, તેમનું ઘર સરકારી પ્રેસ લેઆઉટમાં હતું. જ્યારે ઘરે પહોંચ્યા, તો દરવાજો અંદરથી બંધ હતો. ઘણી વાર અવાજ આપવા છતાં કોઈ જવાબ ન મળ્યો. તો પરેશાન થઈને પેરિયાસ્વામીએ મકાન માલિક પાસેથી બીજી ચાવી લીધી. જેવો તેમણે દરવાજો ખોલ્યો અને પોતાની દીકરી મંજૂને અવાજ લગાવ્યો, કોઈ જવાબ ન આવ્યો.

રૂમમાં તેમની 27 વર્ષની દીકરી મંજૂની લાશ લોહીથી લથબથ પડી હતી. તેનું ગળું કપાયેલું હતું. બાજુમાં મંજૂના પતિ, 29 વર્ષના ધર્માસીલન પર નજર પડી, જે પંખા સાથે લટકતો જોવા મળ્યો. આ જોઈ પેરિયાસ્વામી ચોંકી ગયો. તેણે તરત પોલીસને બોલાવી અને ફરિયાદ નોંધાવી, ધર્માસીલને મંજૂની હત્યા કરી, બાદમાં પોતાનો પણ જીવન ટૂંકાવી નાખ્યું










error: