Satya Tv News

મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળતી માહિતીને આધારે રાઠોડ સંજયસિંહ તથા રાઠોડ કલ્પેશ શ્રી કુલદીપસિંહ તથા રાઠોડ વિષ્ણુ ઉર્ફે રઘો કનુસિંહ રહે તમામ ભાથીપુરા ભાણપુર ગામે સાબરમતી નદીના કિનારે દેશી દારૂ પ્લાસ્ટિકના કેરબામાં ભરી ભાણપુર ગામે પરમાર વાસ માં પનાભાઈ ગોકુળભાઈ પરમાર ના બંધ મકાનની હોસરીમાં રાખી તેવો વેપાર ધંધો કરે કરાવે છે જે હકીકત આધારે પંચો સાથે જગ્યા ઉપર જઈ રેડ દરમિયાન પ્લાસ્ટિકના કેરબા નંગ 42 જેમાં દેશી દારૂ, 1470 લીટર કિંમત રૂ.2,94,000 રૂપિયાનો જથ્થો મળી આવેલ અને સદર મકાનની બાજુમાં રહેતા પરમાર જગાભાઈ રેવાભાઇ ની પૂછપરછ કરતા મકાન પરમાર પનાભાઈ ગોકુળભાઈ નું હોવાનું અને તેઓ મરણ ગયેલ છે અને તેઓના વાલી વારસા નથી અને જે મકાન બંધ હાલતમાં છે તેમજ મકાનની હોસરી માંથી મળી આવેલ દેશી દારૂનો જથ્થો રાઠોડ સંજયસિંહ કનુજી તથા રાઠોડ કલ્પેશજી કુલદીપસિંહ તથા રાઠોડ વિષ્ણુસિંહ ઉર્ફે રહો કનુષી તમામ ભાથીપુરા તાલુકો વિજાપુર જીલ્લો મહેસાણા વાળાઓએ મુકેલ હોવાની હકીકત જણાય છે ત્રણેય ઈસમો વિરુદ્ધ વિજાપુર પોલીસ સ્ટેશન એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે

error: