Satya Tv News

અંકલેશ્વરના સિસોદ્રાગામ ખાતે રહેતા મનુબેન વસાવાએ નોંધાવેલી ફરિયાદમાં કહ્યું હતું કે, મારા પુત્ર કાનજીને વર્ષ 2015માં અકસ્માતામાં માથાના ભાગે ઈજા થઈ હતી. ત્યારથી તેને મગજની તકલીફ હોય એકલા વાતો કરે છે.

ગઈ તા.25 સપ્ટેમ્બરના રોજ મારો પુત્ર કાનજી મારા મકાનની નજીક આવેલ બીજા મકાને ઊંઘવા માટે ગયો હતો. તે વખતે ગામમાં જ રહેતા કનુબેન વસાવા, શારદાબેન વસાવા અને સંદીપભાઈ વસાવાને મારા પુત્રની માનસિક પરિસ્થિતિ અંગે ખબર હોવા છતાં અમને ગાળો કેમ બોલે છે તેમ કહી માર માર્યો હતો. પુત્રને છાતીમાં દુખાવો થતાં ભરૂચ સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યો હતો. આ ફરિયાદના આધારે પાનોલી પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

error: