

નેત્રંગ: “Spread Smile – It’s True Serve to Society”દ્વારા નેત્રંગ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા અનાથ અને જરૂરિયાતમંદ બાળકોને શિક્ષકો તેમજ અન્ય દાતાઓના સહિયારા સહકારથી દિવાળી ભેટ આપી આનંદ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
નેત્રંગ તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા અનાથ તથા આર્થિક રીતે નબળા વર્ગના બાળકોને મદદરૂપ થવા માટે “Spread Smile – It’s True Serve to Society” નામે એક માનવતાભર્યો કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમ દ્વારા આશરે 45 જેટલા બાળકોને રોજિંદા ઉપયોગની ચીજવસ્તુઓ, કપડાં તથા ખાદ્ય સામગ્રી આપવામાં આવી હતી. બાળકોના ચહેરા પર ઝળહળતું સ્મિત જોઈ દરેક સહભાગીનું હૃદય આનંદથી ભરાઈ ગયું હતું.
આ કાર્યક્રમ સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામ દાતાઓ, શિક્ષકો અને સમાજ સેવકોનો હૃદયપૂર્વક આભાર માનવામાં આવે છે. આવા માનવતાપૂર્ણ પ્રયત્નો સમાજમાં સહકાર, સંવેદના અને સકારાત્મક વિચારધારા ફેલાવે છે.
રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા