Satya Tv News

દિવાળીના તહેવારો નજીક છે અને શહેરના લોકો સ્વચ્છતા અને માર્ગ સુવિધાની આશા રાખી રહ્યા છે. પરંતુ અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં લોકોને નારાજગીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે જરૂરી રસ્તા આજદિન સુધી બન્યા નથી. રસ્તા બાંધવાને બદલે નગરપાલિકા દ્વારા માત્ર પાણી છાંટીને ધૂળ દબાવવાનો નાટક કરવામાં આવ્યો છે.

https://www.instagram.com/reel/DP0fnMhCOYS/?igsh=N29uaDNleHNtbjZx

પરંતુ અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં લોકોને નારાજગીનો સામનો કરવો પડી રહ્યો છે વિસ્તારના નાગરિકોએ જણાવ્યુ કે, સતત ઉડી રહેલી ધૂળને કારણે તકલીફ વધી રહી હતી. ત્યારે નગરપાલિકા દ્વારા માર્ગો પર પાણી છાંટીને ધૂળ અટકાવવાનો પ્રયાસ થયો છે, પણ વિકાસના નામે માત્ર ઉપરખાધી કામગીરી થઈ રહી છે.સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓએ આ હળવા દૃષ્ટિકોણ પર નારાજગી વ્યક્ત કરી છે. “રોડ બનાવવાને બદલે પાણી છાંટવું એ કોઈ ઉકેલ નથી. તહેવારો આવે ત્યારે જ સાફસફાઈ અને એવી માત્ર દેખાવડી કામગીરી શરૂ થાય છે

error: